નવી દિલ્હીઃ ટેસ્ટ ક્રિકેટના 145 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર એવું બન્યું કે મેચમાં અધવચ્ચે કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થઈને મેચની બહાર થઈ ગયો અને તેના સ્થાને ટીમમાં કોઈ અન્ય ખેલાડીની એન્ટ્રી થઈ છે. પહેલા આ નિયમ નહોતો. એશિઝ 2019ની બીજી ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવ સ્મિથ ડોક પર જોફ્રા આર્ચરનો બાઉન્સર વાગ્યો હતો અને તે લોર્ડ્સ ટેસ્ટમાથી બહાર થઈ ગયો છે. તે બહાર થયા બાદ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમમાં માર્કસ લાબુશેનને (Marnus Labuschagne) સામેલ કરવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રિકેટમાં નવા નિયમ અનુસાર જો કોઈ મેચ દરમિયાન કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત (માથા પર ઈજા) થઈ જાય છે તો તેના સ્થાને બીજા ખેલાડીને ટીમમાં સામેલ કરી શકાય છે. આ નિયમ અનુસાર બેટ્સમેનના સ્થાને બેટ્સમેન અને બોલરના સ્થાને બોલરને  ટીમમાં સામેલ કરી શકાય છે. હવે સ્ટીવ સ્મિથની જગ્યાએ માર્કસ લાબુશેનને સામેલ કરવામાં આવ્યો છે, જે એક બેટ્સમેન છે. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં માર્કસ લાબુશેન પ્રથમ એવો ખેલાડી બની ગયો છે જે મેચની વચ્ચે કોઈ ખેલાડીની જગ્યાએ ટીમમાં સામેલ  કરવામાં આવ્યો છે. 


ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જણાવ્યા પ્રમાણે લોર્ડ્સ ટેસ્ટ મેચના અંતિમ દિવસે જ્યારે સ્ટીવ સ્મિથ ઉઠ્યો તો તેના માથામાં દુખાવો હતો. ત્યારબાદ તેની તપાસ કરવામાં આવી તો તેની સ્થિતિ ખરાબ હતી. આ સ્થિતિમાં તેને ટીમમાથી બહાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મેચ રેફરીએ સ્મિથની જગ્યાએ અન્ય ખેલાડીના રિપ્લેસમેન્ટ માટે અરજી કરી હતી. રેફરીએ તેની મંજૂરી આપી અને લાબુશેનને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. 

હિમા દાસે એથલેટિકી મિટિનેક રીટરમાં જીત્યો ગોલ્ડ મેડલ


ઉલ્લેખનીય છે કે ખેલાડીને માથા પર ઈજા થયા બાદ તેના સ્થાને બીજા ખેલાડીને રમાડી શકાય છે. આ નિયમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ શરૂ થવાની સાથે લાગૂ થયો છે.