માન્ચેસ્ટરઃ એશિઝ ટેસ્ટ સિરીઝ ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર માટે કોઈ ખરાબ સપનાથી ઓછી રહી નથી. તે આ સિરીઝની ચોથી ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં પણ ફરી શૂન્ય પર આઉટ થયો હતો. પરંતુ આ વખતે તેણે જરૂર 6 બોલનો સામનો કર્યો હતો. તે પહેલી ઈનિંગમાં ગોલ્ડન ડકનો શિકાર થયો હતો. આમ વોર્નર એશિઝની સતત ત્રણ ઈનિંગમાં શૂન્ય પર આઉટ થયો છે. ચોથી ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં વોર્નરને ડક પર ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડે આઉટ કર્યો હતો. બ્રોડે તેને LBW આઉટ કરીને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એશિઝમાં ડેવિડ વોર્નરની ખરાબ બેટિંગ
ડેવિડ વોર્નરે પ્રતિબંધ બાદ ટેસ્ટ ક્રિકેટમાં એશિઝના માધ્યમથી વાપસી કરી છે. તેને સતત તક મળી રહી છે પરંતુ તે રન બનાવવામાં સફળ થયો નથી. ત્રણ ઈનિંગમાં તો તે શૂન્ય પર આઉટ થયો છે. માત્ર એક વાર તેના બેટથી અડધી સદી (61 રન) નિકળી છે. બાકી વોર્નરે આ સિરીઝમાં બધાને નિરાશ કર્યાં છે. વોર્નરે એશિઝની આઠ ઈનિંગમાં  2, 8, 3, 5, 65, 0, 0, 0.નો સ્કોર કર્યો છે. 


ટેસ્ટમાં બ્રોડે વોર્નરે સૌથી વધુ શૂન્ય પર કર્યો આઉટ
ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડે ટેસ્ટમાં સૌથી વધુ વખત ડેવિડ વોર્નરને ડક પર આુટ કર્યો છે. વોર્નર સિવાય તેણે ડિવિલિયર્સ, રોસ ટેલર, અઝહર અલી, ટોમ લાથમ, લોકેશ રાહુલ, વીરેન્દ્ર સહેવાગ, પીટર સીડલ, જેપી ડ્યુમિની તથા અકમલને બે-બે વાર ડક પર આઉટ કર્યાં છે. 


વોર્નર વિરુદ્ધ સૌથી વધુ ડકનો શિકાર
- વોર્નર - 3*
ડિ વિલિયર્સ - 2
રોસ ટેલર - 2
અઝહર અલી - 2
લાથમ - 2
કેએલ રાહુલ - 2
સહેવાગ - 2
પીટર સિડલ - 2 
ડ્યુમિની - 2
લકમલ - 2


એશિઝ 2019ની છેલ્લી ત્રણ ઈનિંગમાં શૂન્ય પર આઉટ થયો વોર્નર
એશિઝ 2019ની છેલ્લી ત્રણ ઈનિંગમાં વોર્નરે શૂન્ય પર પોતાની વિકેટ ગુમાવી છે. વોર્નરનો આ સિલસિલો ત્રીજી એશિઝ ટેસ્ટ મેચની બીજી ઈનિંગથી શરૂ થયો છે. ત્રીજી ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં તે બે બોલનો સામનો કરીને શૂન્ય પર આઉટ થયો હતો. ત્યારબાદ ચોથી ઈનિંગની પ્રથમ ઈનિંગમાં પણ તે શૂન્ય પર આઉટ થયો હતો. તો બીજી ઈનિંગમાં છ બોલનો સામનો કરીને ફરી શૂન્ય પર આઉટ થયો હતો. 


એશિઝમાં વોર્નરની છેલ્લી ત્રણ ઈનિંગ
એશિઝ 2019મા વોર્નરને બ્રોડે છ વાર કર્યો આઉટ
આ એશિઝની ચાર મેચોની આઠ ઈનિંગમાંથી છ વાર વોર્નર બ્રોડનો શિકાર બન્યો છે, જ્યારે બે વખત જોફ્રા આર્ચરે તેને પરત પેવેલિયન મોકલી આપ્યો છે. 


-0 (2)
-0 (2)
-0 (6)


Warner In 2019 Ashes So Far!


-Dismissed By Broad
-Dismissed By Broad
-Dismissed By Broad
-Dismissed By Archer
-Dismissed By Archer
-Dismissed By Broad
-Dismissed By Broad
-Dismissed By Broad