એશિઝઃ 5મી ટેસ્ટથી જેસન રોય અને ઓવરટન બહાર, સેમ કરન અને વોક્સને મળી તક
ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ગુરૂવારથી શરૂ થઈ રહેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ માટે જેસન રોય અને ઓવરટનને અંતિમ ઇલેવનમાં સ્થાન આપ્યું નથી.
લંડનઃ ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ગુરૂવારથી શરૂ થઈ રહેલી પાંચમી એશિઝ ટેસ્ટ માટે જેસન રોયને અંતિમ ઇલેવનમાં સ્થાન આપ્યું નથી. ઈંગ્લેન્ડની ટીમ સિરીઝ 2-2થી બરોબર કરવા મેદાનમાં ઉતરશે. ઓવલમાં રમાનારા મુકાબલામાં ફાસ્ટ બોલર ક્રેગ ઓવરટનને પણ સામેલ કરવામાં આવ્યો નથી.
સેમ કરન અને ક્રિસ વોક્સને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે પણ ખાતરી કરી છે કે બેન સ્ટોક્સ ખભાની ઈજાને કારણે નિષ્ણાંત બેટ્સમેન તરીકે રમશે.
સિરીઝ ડ્રો કરાવવા માટે ઈંગ્લેન્ડને ઓવલમાં જીતની જરૂર છે. પરંતુ ઓસ્ટ્રેલિયાની ટીમે પહેલા જ એશિઝ પર કબજો જાળવી રાખ્યો છે. પાંચમી એશિઝ ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમ આ પ્રકારે છેઃ જો રૂટ (કેપ્ટન), જોફ્રા આર્ચર, જોની બેયરસ્ટો, સ્ટુઅર્ટ બ્રોડ, રોરી બર્ન્સ, જોસ બટલર, સેમ કરન, જો ડેનલી, જેક લીચ, બેન સ્ટોક્સ અને ક્રિસ વોક્સ.
Ashes 2019: 18 વર્ષ બાદ ઈંગ્લેન્ડમાં એશિઝ સિરીઝ જીતવા ઉતરશે ઓસ્ટ્રેલિયા