નવી દિલ્હીઃ ઓવલ મેદાન પર રમાયેલી એશિઝની (Ashes 2019) પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચના ચોથા દિવસે ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને (AUS vs ENG) 135 રને હરાવ્યું હતું. આ જીત બાદ ઈંગ્લેન્ડની ટીમ પાંચ મેચોની એશિઝ સિરીઝ 2-2થી ડ્રો કરાવવામાં સફળ રહી હતી. સિરીઝ ડ્રો કરાવ્યા છતાં ઓસ્ટ્રેલિયાએ એશિઝ પર કબજો જાળવી રાખ્યો છે. ઓસ્ટ્રેલિયાએ પાછલી એશિઝ સિરીઝ જીતી હતી, તેથી આ એશિઝ કાંગારૂઓ પાસે રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

30 વર્ષના સ્ટીવ સ્મિથે ઈંગ્લેન્ડમાં આ વખતે 'હુટિંગ'ની વચ્ચે મેદાન પર પગ મુક્યો હતો, પરંતુ એશિઝ સિરીઝની અંતિમ ઈનિંગ બાદ આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજનું દર્શકોએ ઊભા થઈને સ્વાગત કર્યું હતું. રવિવારે ઓસ્ટ્રેલિયાની ટીમ મેચના ચોથા દિવસે 399 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરી રહી હતી, પરંતુ સ્મિથ માત્ર 23 રન બનાવી આઉટ થયો હતો. સિરીઝમાં પ્રથમવાર બન્યું કે, સ્મિથ 50 રનથી ઓછા સ્કોર પર આઉટ થયો હતો. 


વિશ્વના નંબર-1 ટેસ્ટ બેટ્સમેન સ્મિથે સિરીઝ દરમિયાન 110.57ની એવરેજની સાથે 774 રન બનાવ્યા. આ દરમિયાન તેણે ક્રમશઃ 144, 142, 92, 211, 92, 80 અને 23 રનની ઈનિંગ રમી હતી. સ્મિથના આ 774 રન 1994 બાદ કોઈપણ ટેસ્ટ સિરીઝમાં સર્વાધિક રન છે. 25 વર્ષ પહેલા બ્રાયન લારાએ એક સિરીઝમાં 798 રન બનાવ્યા હતા. 




... પરંતુ એક મોટો સંયોગ તે જોવા મળ્યો કે સુનીલ ગાવસ્કરે પણ 1971મા વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ દરમિયાન 774 રન બનાવ્યા હતા. માત્ર તફાવત એટલો હતો કે ગાવસ્કરે ત્યારે પોતાની પર્દાપણ સિરીઝમાં વિન્ડીઝ વિરુદ્ધ જોરદાર બેટિંગ કરતા 774 રન બનાવ્યા હતા, જે આજે પણ પાંચ મેચોની પર્દાપણ સિરીઝમાં સર્વાધિક રનનો વર્લ્ડ રેકોર્ડ છે. 



રસપ્રદ વાત છે કે સ્ટીવ સ્મિથે હાલની એશિઝ સિરીઝમાં પાંચ ટેસ્ટ મેચોમાંથી 4 ટેસ્ટ મેર રમી અને 774 રન બનાવ્યા. સ્મિથ ઈજાને કારણે ત્રીજી ટેસ્ટમાંથી બહાર રહ્યો હતો. બીજીતરફ સુનીલ ગાવસ્કર પણ 1971મા વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 5 મેચોની સિરીઝમાં 4 મેચ રમ્યા હતા અને 774 રન બનાવ્યા હતા. ત્યારે ગાવસ્કરે આંગળીમાં ઈજાને કારણે સિરીઝની પ્રથમ ટેસ્ટ મિસ કરી હતી. 


ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન -


1. ડોન બ્રેડમેન (ઓસ્ટ્રેલિયા) - 5 ટેસ્ટ, 7 ઇનિંગ્સ, 974 રન (વિ ઈંગ્લેન્ડ -1930)


2. વોલી હેમન્ડ (ઇંગ્લેંડ) - 5 ટેસ્ટ, 9 ઇનિંગ્સ, 905 રન, (વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા - 1928/29)


3. માર્ક ટેલર (ઓસ્ટ્રેલિયા) - 6 ટેસ્ટ, 11 ઇનિંગ્સ, 839 રન, (ઇંગ્લેન્ડ વિ - 1989)


4. નીલ હાર્વે (ઓસ્ટ્રેલિયા) - 5 ટેસ્ટ, 9 ઇનિંગ્સ, 834 રન, (વિ દક્ષિણ આફ્રિકા - 1952/53)


5. વિવ રિચર્ડ્સ (વેસ્ટ ઈન્ડિઝ) - 4 ટેસ્ટ, 7 ઇનિંગ્સ, 829 રન, (ઇંગ્લેન્ડ વિ 1976)


6. ક્લાઇવ લોઇડ (વેસ્ટ ઈન્ડિઝ) - 5 ટેસ્ટ, 10 ઇનિંગ્સ, 827 રન, (વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા - 1955)


7. ગેરી સોબર્સ (વેસ્ટ ઇન્ડીઝ) - 5 ટેસ્ટ, 8 ઇનિંગ્સ, 824 રન, (પાકિસ્તાન સામે - 1957/58)


8. ડોન બ્રેડમેન (ઓસ્ટ્રેલિયા) - 5 ટેસ્ટ, 9 ઇનિંગ્સ, 810 રન, (વિ ઈંગ્લેંડ - 1936/37)


9. ડોન બ્રેડમેન (ઓસ્ટ્રેલિયા) - 5 ટેસ્ટ, 5 ઇનિંગ્સ, 806 રન, (દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ - 1931/32)


10. બ્રાયન લારા (વેસ્ટ ઇન્ડીઝ) - 5 ટેસ્ટ, 8 ઇનિંગ્સ, 798 રન, (વિ ઈંગ્લેન્ડ - 1993/94)


11. એવરટન વીક્સ (વેસ્ટ ઇન્ડીઝ) - 5 ટેસ્ટ, 7 ઇનિંગ્સ, 779 રન, (ભારત સામે - 1948/49)


12. સ્ટીવ સ્મિથ (ઓસ્ટ્રેલિયા) - 4 ટેસ્ટ, 7 ઇનિંગ્સ, 774 રન, (ઇંગ્લેન્ડ સામે - 2019)


13. સુનિલ ગાવસ્કર (ભારત) - 4 ટેસ્ટ, 8 ઇનિંગ્સ, 774 રન (વેસ્ટ ઇન્ડીઝ સામે - 1970/71)