Virat Kohli and R Ashwin Test Match Run: વિરાટ કોહલી ભારતની પિચો પર પણ રન નથી બનાવી શક્યો.  છેલ્લા બે વર્ષમાં ભારતમાં ટેસ્ટ મેચોમાં રન બનાવવાના મામલામાં તે આર અશ્વિન કરતા પાછળ રહી ગયો છે. જાન્યુઆરી 2021થી અત્યાર સુધી એટલે છેલ્લા 26 મહિનામાં  વિરાટ કોહલીએ ભારતમાં કુલ 10 મેચોની 16 ઇનિંગ્સમાં 400 રન બનાવ્યા છે. વિરાટ કોહલીની અહીં ટિંગ એવરેજ માત્ર 25 રહી છે. આ દરમિયાન તે એક પણ સદી ફટકારી શક્યો નથી. તેણે આ 16 ઇનિંગ્સમાં માત્ર બે ફિફ્ટી ફટકારી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુ વાંચો:


રવિન્દ્ર જાડેજા માટે આવી ખુશખબર, ટેસ્ટ સિરીઝ વચ્ચે ICCએ કરી આ મોટી જાહેરાત


LSG: જર્સીની ડિઝાઇનમાં છુપાયેલો છે ખાસ સંદેશ, ત્રણ અક્ષરો દર્શાવે જીવનના વિભિન્ન રૂપ


અમદાવાદમાં ચોથી ટેસ્ટ મેચ પહેલાં પિચને લઈને નવો ડ્રામા, શું 2 પિચ તૈયાર થઈ રહી છે


અશ્વિને ભારતમાં બનાવ્યા ઢગલો રન


રવિચંદ્રન અશ્વિને આ સમયગાળા દરમિયાન ભારતમાં 11 ટેસ્ટની 16 ઇનિંગ્સમાં 425 રન બનાવ્યા છે. તેની બેટિંગ એવરેજ પણ વિરાટ કરતા સારી રહી છે. અશ્વિને 26.56ની એવરેજથી રન બનાવ્યા છે. ખાસ વાત એ છે કે આ દરમિયાન આર અશ્વિને પણ સદી ફટકારી છે. 
છેલ્લા 26 મહિનામાં આર અશ્વિન હોમ ગ્રાઉન્ડ પર ચોગ્ગા અને છગ્ગા ફટકારવામાં પણ વિરાટ કોહલી કરતા આગળ છે. જ્યાં અશ્વિને પોતાની 16 ઇનિંગ્સ દરમિયાન 53 ફોર અને 3 સિક્સર ફટકારી છે. તે જ સમયે, વિરાટ કોહલીએ તેની 16 ઇનિંગ્સમાં માત્ર 41 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા છે.


કોહલી કરતા જાડેજા અને અક્ષરની બેટિંગ એવરેજ પણ છે સારી


અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજા જેવા સ્પિન ઓલરાઉન્ડરોની પણ ભારતીય મેદાન પર છેલ્લા 26 મહિનામાં વિરાટ કોહલી કરતાં વધુ સારી બેટિંગ એવરેજ છે. જ્યાં અક્ષર પટેલે 14 ઇનિંગ્સમાં 38.20ની એવરેજથી 382 રન બનાવ્યા છે. આ સાથે જ જાડેજાએ 9 ઇનિંગ્સમાં 44.75ની એવરેજથી 358 રન બનાવ્યા છે. અક્ષરે આ સમયગાળા દરમિયાન ત્રણ અડધી સદી અને જાડેજાએ એક સદી અને બે અડધી સદી ફટકારી છે.