નવી દિલ્લી: ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ જ્યારે પોતાની ફાઈનલ સુધી પહોંચી ગઈ છે. 18 જૂન 2011 આ તે તારીખ છે. જે દિવસે ટુર્નામેન્ટની ફાઈનલ શરૂ થશે. મુકાબલો ઈંગ્લેન્ડના સાઉથમ્પટનમાં રમાશે. આ ટેસ્ટમાં કોણ જીતશે અને કોણ હારશે તે તો બંને ટીમના પ્રદર્શનના આધારે નક્કી થશે. પરંતુ આ મુકાબલામાં એક રેસનો ભાગ બનતો જોવા મળશે ભારતીય સ્પિનિર આર.અશ્વિન.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

WTCમાં હાલ ત્રીજા નંબર પર છે અશ્વિન:
WTC ફાઈનલમાં અશ્વિનની આ રેસ વિકેટની જોવા મળશે. જેમાં તે હાલ ત્રીજા નંબરે છે. નંબર વન બનવાથી તે 3 વિકેટ દૂર અને આગળ નીકળવામાં 4 વિકેટથી દૂર છે. એટલે જો તે 4 વિકેટ ઝડપશે એટલે તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં સૌથી વધારે વિકેટ લેનારો બોલર બની જશે.


કેટલી વિકેટ છે અશ્વિનના નામે:
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં અશ્વિનના નામે 13 મેચની 24 ઈનિંગ્સમાં 20.88ની એવરેજથી 67 વિકેટ છે. અશ્વિને 524.4 ઓવર ફેંકી છે. જેમાં 1399 રન આપીને આ વિકેટ પોતાના નામે કરી છે. 67 વિકેટમાં તેણે 4 વખત પાંચ વિકેટ ઝડપી છે. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 145 રનમાં સાત વિકેટ છે. જ્યારે મેચમાં ઓવરઓલ પ્રદર્શન 207 રનમાં નવ વિકેટ છે.


કોણ છે પહેલા નંબરે:
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં સૌથી વધારે વિકેટ ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સના નામે છે. તેણે 14 મેચની 28 ઈનિંગ્સમાં 21.02ની એવરેજથી 70 વિકેટ ઝડપી છે. કમિન્સે 555.3 ઓવર ફેંકી છે. જેમાં 1472 રન આપ્યા છે. તેનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 28 રન આપીને 5 વિકેટ ઝડપી છે. જ્યારે મેચમાં ઓવરઓલ પ્રદર્શન 69 રનમાં 7 વિકેટ છે.


કોણ છે બીજા નંબરે:
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં સૌથી વધારે વિકેટ લેનાર બોલરની યાદીમાં ઈંગ્લેન્ડનો સ્ટુઅર્ટ બ્રોડ બીજા નંબર છે. તેણે 17 મેચની 32 ઈનિંગ્સમાં 20.08ની એવરેજથી 69 વિકેટ ઝડપી છે. બ્રોડે 499.4 ઓવર ફેંકી છે. જેમાં 1386 રન આપ્યા છે. તેનું શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 31 રનમાં 6 વિકેટ છે. જ્યારે ઓવરઓલ મેચમાં પ્રદર્શન 67 રનમાં 10 વિકેટ છે. બ્રોડે 2 વખત 5 વિકેટ અને 1 વખત 10 વિકેટ ઝડપી છે.


શું અશ્વિન રેકોર્ડ બનાવી શકશે:
આ WTCની ફાઈનલમાં કમિન્સ પણ રમવાનો નથી અને બ્રોડ પણ નહીં હોય. આ સ્થિતિમાં અશ્વિન પાસે સંપૂર્ણ તક હશે કે તે આ બંને ખેલાડીને પાછળ છોડીને ટુર્નામેન્ટમાં સૌથી સફળ બોલર બને. કમાલની વાત એ છે કે ફાઈનલ મેચ દ્વારા અશ્વિન સૌથી ઝડપી સૌથી વધારે વિકેટ લેનારો બોલર બની જશે. કેમ કે તેણે અત્યાર સુધી કમિન્સથી 4 ઈનિંગ્સ ઓછી અને બ્રોડથી 8 ઈનિંગ્સ ઓછી રમી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube