Asia Cup 2018: પાકિસ્તાનનું બીજું ઘર છે UAE, ભારતને 26માંથી 19 વખત હરાવ્યું
ભારત અને પાકિસ્તાન વચ્ચે યૂએઈણાં અંતિમ મેચ 2006માં રમાઈ હતી. તેમાં ભારતનો 51 રને વિજય થયો હતો.
દુબઈઃ જો કોઈપણ ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનની ટીમ ટક્કર થવાની હોય તો દર્શકો માટે ટાઇટલથી વધુ મોટો મુકાબલો થઈ જાય છે. યૂએઈમાં રમાઈ રહેલા એશિયા કપ-2018માં આમ થવા જઈ રહ્યું છે. સૌથી મહત્વના વાત છે કે આ ટૂર્નામેન્ટમાં માત્ર એકવાર આમ નહીં થાય. બંન્ને ટીમ બે વખત ટકરાશે. જો ફાઇનલમાં પહોંચશે તો બંન્ને વચ્ચે ત્રણ ટક્કર થશે.
129માંથી 52 મેચ જીત્યું છે ભારત
ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી 129 વખત વનડેમાં ટક્કર થઈ છે. તેમાંથી ભારતે 52 મેચ જીતી છે. પાકિસ્તાન વિરુદ્ધ ભારતની સફળતાની ટકાવારી 41.60 ટકા છે. પાકિસ્તાને ભારત વિરુદ્ધ 73 જીત મેળવી છે. ચાર મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી. પાકિસ્તાનમાં બંન્ને દેશો વચ્ચે 29 મેચ રમાઈ છે. ભારતીય ટીમનો 11 મેચમાં વિજય થયો છે.
એશિયા કપમાં 11 વખત ટકરાયા
એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી 11 મેચ યોજાઇ છે. બંન્ને ટીમો 5-5 મેચ જીતી છે. શ્રીલંકામાં 1997માં રમાયેલી મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી.
શારજાહમાં 18 મેચ હાર્યું છે ભારત
ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે યૂએઈમાં 26 વખત ટક્કર થઈ છે. તેમાંથી પાકિસ્તાનનો 19 મેચમાં વિજય થયો છે અને ભારતે સાત મેચ જીતી છે. હાલનો એશિયા કપમાં દુબઈ અને અબુધાબીમાં રમાઈ રહ્યો છે. ભારતે દુબઈમાં ક્યારેય મેચ રમી નથી. અબુધાબીમાં બંન્ને ટીમો બે વખત ટકરાઈ છે જેમાં એક-એક વિજય થયો છે. બાકીની મેચ શારજાહમાં રમાયા છે. અહીં પાકિસ્તાને 18 અને ભારતે 6 મેચ જીતી છે.
શારજાહમાં 10 વર્ષના ગાળા બાદ 15 મેચમાંથી 1 મેચ જીત્યું હતું ભારત
ભારત અને પાકિસ્તાન વચ્ચે નવેમ્બર 1985થી 12 એપ્રિલ 1996 વચ્ચે 15 મેચ રમાઇ હતી. ભારતીય ટીમ તેમાંથી એક મેચ જીતી શકી હતી. તે બાકીના 14 મેચ હારી ગઈ હતી. પાકિસ્તાને 1985થી 1990 વચ્ચે ભારતને સતત 8 મેચમાં અહીં હરાવ્યું હતું.
ભારત 6 અને પાકિસ્તાન બે વખત બન્યુ ચેમ્પિયન
ભારતીય ટીમ સૌથી વધુ છ વખત (1984,, 1988, 1990/91, 1995, 2010, 2016) એશિયા કપ જીત્યો છે. તેમાં પાંચ વનડે અને એક ટી--20 ફોર્મેટ છે. પાકિસ્તાન બે વખત (2000 અને 2012) એશિયા કપ જીત્યો છે. શ્રીલંકા પાંચ વાર (1986, 1997, 2004, 2008 और 2014) એશિયા કપની ટ્રોફી ઉઠાવી ચુક્યું છે. બાંગ્લાદેશ બે વાર (2012, 2016) રનર્સ અપ રહ્યું છે.
આ વખતે 6 ટીમો મેદાન પર
એશિયા કપ-2018માં છ ટીમો મેદાનમાં ઉતરી છે. ગ્રુપ-એમાં ભારત અને પાકિસ્તાનની સાથે હોંગકોંગની ટીમ છે. તો અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા ગ્રુપ-બીમાં છે. પ્રત્યેક ગ્રુપની બે-બે ટીમ સુપર-ફોરમાં પહોંચશે. સુપર ફોરની ટોપ બે ટીમો ફાઇનલ રમશે. ભારતીય ટીમે વિરાટ કોહલીને આરામ આપ્યો છે.