કરાચીઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન એશિયા કપ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન વચ્ચે બુધવાર (19 સપ્ટેમ્બર) રમાનારી મેચ જોવા માટે સ્ટેડિયમમાં હાજર રહી શકે છે. ઇમરાન ખાન પાકિસ્તાનના મહાન ક્રિકેટર અને કેપ્ટન રહ્યાં છે. તે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના મુખ્ય સહાયક પણ છે. જીયો ટીવીના રિપોર્ટ પ્રમાણે, રાજદ્વારી સૂત્રોએ કહ્યું કે, વડાપ્રધાન ઇમરાન ખાન ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં યોજાનારી એશિયા કપની મેચને જોશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનના વડાપ્રધાન પોતાની પ્રથમ વિદેશ યાત્રા પર સાઉદી અરબ અને સંયુક્ત અરબ અમીરાત માટે રવાના થયા છે. બંન્ને દેશો વચ્ચે સંયુક્ત અરબ અમીરાતમાં 2006 બાદ પ્રથમ વખત ટક્કર થઈ રહી છે. 


ઇમરાન ખાન 80ના દાયકાના મધ્યથી 90ના દાયકાના શરૂઆતી વર્ષોમાં પાકિસ્તાન ટીમના કેપ્ટન હતા જ્યારે બંન્ને ટીમો વચ્ચે શારજાહમાં ઘણી મેચ યોજાઈ હતી. 


મહત્વનું છે કે પાકિસ્તાને પોતાના પ્રથમ મેચમાં હોંગકોંગને આઠ વિકેટે પરાજય આપ્યો હતો. હવે તે બુધવારે ભારત વિરુદ્ધ મેદાને ઉતરશે. 


ભારત આ ટૂર્નામેન્ટમાં નિયમિત કેપ્ટન વિરાટની ગેરહાજરીમાં રમી રહ્યું છે. તેના સ્થાને રોહિત શર્મા આગેવાન કરી રહ્યો છે.