Asia Cup 2018: એક વર્ષ બાદ મેદાન પર ઉતરેલા જાડેજાએ 29 રન આપી 4 વિકેટ ઝડપી
એશિયા કપની સુપર-4ની ભારત અને બાંગ્લાદેશની મેચ ઘણી મહત્વની રહી હતી. આ મેચમાં દરેક ખેલાડીએ ઉત્તમ પ્રદર્શન કરીને ભારતને જીત તો અપાવી જ હતી પરંતુ વિવિધ રેકોર્ડ બનાવ્યા હતા. 14 મહિના બાદ વનડે ક્રિકેટમાં પરત ફરી રહેલા રવીંદ્ર જાડેજાએ મેચમાં 29 રન આપીને 4 વિકેટ ઝડપી લીધી હતી. આ એશિયા કપમાં કોઇ પણ લેફ્ટ આર્મ સ્પિનરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. તેમણે ચાર વર્ષ જુનો પોતાનો જ રેકોર્ડ સુધાર્યો છે. તેણે 2014માં અફઘાનિસ્તાન વિરુદ્ધ 30 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જો કે એશિયા કપમાં તેનું પ્રદર્શન સુધર્યું હતું.
દુબઇ : એશિયા કપની સુપર-4ની ભારત અને બાંગ્લાદેશની મેચ ઘણી મહત્વની રહી હતી. આ મેચમાં દરેક ખેલાડીએ ઉત્તમ પ્રદર્શન કરીને ભારતને જીત તો અપાવી જ હતી પરંતુ વિવિધ રેકોર્ડ બનાવ્યા હતા. 14 મહિના બાદ વનડે ક્રિકેટમાં પરત ફરી રહેલા રવીંદ્ર જાડેજાએ મેચમાં 29 રન આપીને 4 વિકેટ ઝડપી લીધી હતી. આ એશિયા કપમાં કોઇ પણ લેફ્ટ આર્મ સ્પિનરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. તેમણે ચાર વર્ષ જુનો પોતાનો જ રેકોર્ડ સુધાર્યો છે. તેણે 2014માં અફઘાનિસ્તાન વિરુદ્ધ 30 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જો કે એશિયા કપમાં તેનું પ્રદર્શન સુધર્યું હતું.
શિખર ધવને એશિયા કપની કોઇ એક મેચમાં સૌથી વધારે કેચ ઝડપવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેમણે બાંગ્લાદેશની વિરુદ્ધ સુપર-4ની મેચમાં ચાર કેચ ઝડપી લીધા. તેઓ ટૂર્નામેન્ટની 34 વર્ષનાં ઇતિહાસમાં પહેલા ફિલ્ડર છે જેણે એક મેચમાં 4 કેચ ઝડપ્યાં છે.
9 ખેલાડીઓ 3-3 કેચ ઝડપી ચુક્યા છે
એશિય કપમાં અત્યાર સુધી 9 ખેલાડીઓ એવા છે જેમણે 3-3 કેચ ઝડપી લીધા છે. તેમાં ભારતના મોહમ્મદ કેફ અને પ્રજ્ઞાન ઓઝાનો સમાવેશ થાય છે. તે ઉપરાંત પાકિસ્તાનના ઇમરાન ખાન, ઉમર અકમલ અને યુનુસ ખાન એવું કરી ચુક્યા છે. શ્રીલંકાના રોશન મહાનામા, રુઆન કલ્પગે, મહેલા જયવર્ધને અને બાંગ્લાદેશના શાકિબ અલ હસન પણ એક દાવમાં ત્રણ કેચ ઝડપી ચુક્યા છે.
એક જ દાવમાં 4 વિકેટ ઝડપનાર 7મો ભારતીય
ઓવર ઓલ વન ડે ક્રિકેટની વાત કરીએ તો શિખર ધવન ભારતે સાતમાં એવા ખેલાડી છે, જેમણે એક દાવમાં ચાર કેચ ઝડપ્યા છે. તેમની પહેલા સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર, મોહમ્મદ અઝહરુદ્દીન, રાહુલ દ્રવીડ, મોહમ્મદ કૈફ અને વીવીએસ લક્ષ્મણએવું કરી ચુક્યા છે. વર્લ્ડ રેકોર્ડ દક્ષિણ આફ્રિકાનાં જોન્ટી રોડ્સનાં નામે છે. તે વિશ્વનાં એક માત્ર ક્રિકેટર છે, જેણે એક જ દાવમાં 5 વિકેટ ઝડપી છે.