દુબઇ : શિખર ધવને એશિયા કપની કોઇ એક મેચમાં સૌથી વધારે કેચ ઝડપવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેમણે બાંગ્લાદેશની વિરુદ્ધ સુપર-4ની મેચમાં ચાર કેચ ઝડપી લીધા. તેઓ ટૂર્નામેન્ટની 34 વર્ષનાં ઇતિહાસમાં પહેલા ફિલ્ડર છે જેણે એક મેચમાં 4 કેચ ઝડપ્યાં છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્લિપમાં ઝડપ્યો કેચ
શિખર ધવને આ મેચનાં કેચ લેવાની શરૂઆત છઠ્ઠી ઓવરથી કરી હતી. તેમણે જસપ્રીત બુમરાહનાં બોલ પર ઓપનર નઝમુલ હસન શંટોનાં બોલ પર સ્લિપમાં કેચ ઝડપી લીધો. આ બાંગ્લાદેશની બીજી વિકેટ હતી. 

બીજી કેચ સ્કવેર લેગમાં
શિખર ધવને બીજો કેચ રવીન્દ્ર જાડેજાનાં બોલ પર શાકિબ અલ હસનની ઝડપી હતી. શાકિબ હવામાં સ્વીપ કરતા સ્કવેર લેગ પર ગયા હતા. આ બાંગ્લાદેશની ત્રીજી અને જાડેજાની પહેલી વિકેટ હતી. 

મેહદી હસનનો દાવ પુર્ણ
શિખર ધવનને ત્રીજો કેચ જસપ્રીત બુમરાહનાં બોલમાં મેહદી હસનની ઝડપી. બાંગ્લાદેશ માટે સૌથી વધારે 42 રન બનાવનારા મેહદી બડો શોટ લગાવતા ડીપ મિડવિકેટ પર ઝડપી લીધો હતો. આ બાંગ્લાદેશની નવમી અને બુમરાહની બીજી વિકેટ હતી. 

બુમરાહનાં બોલમાં ચોથો કેચ
શિખર ધવને ચોથો કેચ જસપ્રીત બુમરાહનાં બોલમાં મુસ્તફિઝુર રહેમાને લીધો. મુસ્તપિજુર રહેમાને રૂમ બનાવીને શોટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ સરળ કેચ આપી બેઠો. તે બાંગ્લાદેશની 10મી અને બુમરાહની ત્રીજી વિકેટ હતી. 

9 ખેલાડીઓ 3-3 કેચ ઝડપી ચુક્યા છે
એશિય કપમાં અત્યાર સુધી 9 ખેલાડીઓ એવા છે જેમણે 3-3 કેચ ઝડપી લીધા છે. તેમાં ભારતના મોહમ્મદ કેફ અને પ્રજ્ઞાન ઓઝાનો સમાવેશ થાય છે. તે ઉપરાંત પાકિસ્તાનના ઇમરાન ખાન, ઉમર અકમલ અને યુનુસ ખાન એવું કરી ચુક્યા છે. શ્રીલંકાના રોશન મહાનામા, રુઆન કલ્પગે, મહેલા જયવર્ધને અને બાંગ્લાદેશના શાકિબ અલ હસન પણ એક દાવમાં ત્રણ કેચ ઝડપી ચુક્યા છે. 

એક જ દાવમાં 4 વિકેટ ઝડપનાર 7મો ભારતીય
ઓવર ઓલ વન ડે ક્રિકેટની વાત કરીએ તો શિખર ધવન ભારતે સાતમાં એવા ખેલાડી છે, જેમણે એક દાવમાં ચાર કેચ ઝડપ્યા છે. તેમની પહેલા સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર, મોહમ્મદ અઝહરુદ્દીન, રાહુલ દ્રવીડ, મોહમ્મદ કૈફ અને વીવીએસ લક્ષ્મણએવું કરી ચુક્યા છે. વર્લ્ડ રેકોર્ડ દક્ષિણ આફ્રિકાનાં જોન્ટી રોડ્સનાં નામે છે. તે વિશ્વનાં એક માત્ર ક્રિકેટર છે, જેણે એક જ દાવમાં 5 વિકેટ ઝડપી છે.