મુંબઈઃ એશિયા કપ ક્રિકેટ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વનડે ટૂર્નામેન્ટ 15 સપ્ટેમ્બરથી રમાશે. બીસીસીઆઈએ શનિવારે મુંબઈમાં 16 સભ્યોવાળી ભારતીય ટીમની જાહેરાત કરી છે. ટૂર્નામેન્ટમાં મુકાબલા દુબઈ અને અબુધાબીમાં રમાશે. ટીમની આગેવાની રોહિત શર્માના હાથમાં રહેશે. વિરાટ કોહલીને આ ટૂર્નામેન્ટમાંથી આરામ આપવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એશિયા કપ માટે 16 સભ્યોની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, અંબાતી રાયડૂ, મનીષ પાંડે, કેદાર જાધવ, એમએસ ધોની (વિકી), દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુ, ખલીલ અહમદ. 


ટીમ ઈન્ડિયા એશિયા કપનો પ્રથમ મેચ 18 સપ્ટેમ્બરે રમશે જ્યારે એક દિવસ બાદ 19 સપ્ટેમ્બરે તેનો મુકાબલો કટ્ટર હરિફ પાકિસ્તાન સામે છે. આ ટૂર્નામેન્ટની ફાઇનલ 28 સપ્ટેમ્બરે દુબઈમાં રમાશે. 



ભારતે 2016માં યજમાન બાંગ્લાદેશને હરાવીને એશિયા કપ ક્રિકેટ (ટી20) જીત્યો હતો. ભારત અત્યાર સુધી સર્વાધિક 6 વખત એશિયા કપ ક્રિકેટનું ચેમ્પિયન રહ્યું છે. 


1984થી શરૂ થયેલી આ ટૂર્નામેન્ટમાં પાંચ વખત શ્રીલંકા ચેમ્પિયન બન્યું છે. જ્યારે પાકિસ્તાન બે વખત ટાઇટલ જીતવામાં સફળ રહ્યું છે.