દુબઈઃ એશિયા કપ-2022માં આજે ભારત પોતાની છેલ્લી મેચ રમવાનું છે. આ મુકાબલો દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાશે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાનારી મેચ પહેલા સ્ટેડિયમ નજીક આગની ઘટના બની છે. સ્ટેડિયમના એન્ટ્રી ગેટ પાસે આગ લાગી છે. આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણકારી પ્રમાણે આ આગ એન્ટ્રી ગેટ પાસે આવેલી એક બિલ્ડિંગમાં લાગી હતી. જેનો ધુમાડો સ્ટેડિયમમાં જોવા મળ્યો હતો. નોંધનીય છે કે આ મેદાન પર સાંજે 7.30 કલાકથી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર જોવા મળશે. 


નોંધનીય છે કે ટીમ ઈન્ડિયા એશિયા કપ-2022માં ગુરૂવારે પોતાની છેલ્લી મેચ રમવાની છે. ટીમ ઈન્ડિયા ફાઇનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. તેવામાં આજે અફઘાનિસ્તાન સામે રમાનારી મેચ માત્ર ઐપચારિકતા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube