દુબઈઃ એશિયા કપ 2022ના બીજા મુકાબલામાં આજે ભારત અને પાકિસ્તાનની ટીમ આમને-સામને છે. આ મેચ દુબઈના આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આખરે 307 દિવસ બાદ બંને ટીમો આ મેદાન પર ફરી ટકરાઈ રહી છે. આ પહેલાં ટી20 વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં બાબર આઝમની સેનાએ જીત મેળવી હતી. મેચની તમામ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Live Updates


ભારતની ભવ્ય જીત
એશિયા કપ-2022માં ભારતીય ટીમે જીત સાથે શરૂઆત કરી છે. દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં પાકિસ્તાને સામે ભારતે 5 વિકેટે જીત મેળવી વિશ્વકપમાં મળેલી હારનો બદલો લઈ લીધો છે. ટોસ જીતીને ભારતે પાકિસ્તાનને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પાકિસ્તાનની ટીમ 147 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ભારતીય ટીમે 19.4 ઓવરમાં 5 વિકેટે 148 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. ભારત તરફથી ભુવનેશ્વર કુમારે 4 અને હાર્દિક પંડ્યાએ 3 વિકેટ ઝડપી હતી. 

પાકિસ્તાન 147 રનમાં ઓલઆઉટ
એશિયા કપ-2022ના બીજા મુકાબલામાં ભારત સામે પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન 147 રન બનાવી ઓલઆઉટ થઈ ગયું છે. પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાને સૌથી વધુ 43 રન બનાવ્યા હતા. આ સિવાય પાકિસ્તાનનો કોઈ બેટર મોટો સ્કોર કરી શક્યો નહીં. તો ભારત તરફથી ભુવનેશ્વર કુમારે 4 ઓવરમાં 26 રન આપી ચાર વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યાને 3 વિકેટ મળી હતી. ભારતે જીતવા માટે 20 ઓવરમાં 148 રન બનાવવાના છે. 


પાકિસ્તાનની અડધી ટીમ આઉટ
હાર્દિક પંડ્યાએ શાનદાર બોલિંગ કરતા પાકિસ્તાનને એક ઓવરમાં બીજો ઝટકો આપ્યો છે. ખુશદિલ શાહ માત્ર 2 રન બનાવી આઉટ થયો છે. આ સાથે પાકિસ્તાને 97 રનમાં પાંચમી વિકેટ ગુમાવી દીધી છે. હાર્દિક પંડ્યાને ત્રણ સફળતા મળી છે. 


96 રન પર પાકે ચોથી વિકેટ ગુમાવી
હાર્દિક પંડ્યાએ ભારતને મોટી સફળતા અપાવી છે. પાકિસ્તાની ઓપનર મોહમ્મદ રિઝવાન 43 રન બનાવી આઉટ થયો હતો. રિઝવાને 42 બોલનો સામનો કરતા 4 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. હાર્દિક પંડ્યાને આ બીજી સફળતા મળી છે. 


ઇફ્તિખાર આઉટ
ભારતને હાર્દિક પંડ્યાએ ત્રીજી વિકેટ અપાવી હતી. આક્રમક બની રહેલ ઇફ્તિખાર અહમદ 28 રન બનાવી આઉટ થયો હતો. અહમદે 22 બોલમાં 2 ફોર અને 1 સિક્સ ફટકારી આઉટ થયો હતો. 

ભુવનેશ્વર કુમારને મળી સફળતા
ભારતીય ટીમને ત્રીજી ઓવરમાં મોટી સફળતા મળી છે. ભુવનેશ્વર કુમારે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને 10 રને પેવેલિયન પરત મોકલી દીધો છે. 


મોહમ્મદ રિઝવાનને જીવનદાન મળ્યું
પ્રથમ ઓવરના બીજા બોલ પર ભુવનેશ્વર કુમારે રિઝવાનને LBW આઉટ કર્યો હતો. પરંતુ રિઝવાને રિવ્યૂ લીધુ હતું. બોલ સ્ટમ્પને મિસ કરી રહ્યો હતો. એટલે મોહમ્મદ રિઝવાનને પ્રથમ ઓવરમાં જીવનદાન મળ્યું છે. 


રિષભ પંત બહાર
કેપ્ટન રોહિત શર્માએ મોટો નિર્ણય લેતા રિષભ પંતને બહાર કરી દીધો છે. રિષભ પંતની જગ્યાએ દિનેશ કાર્તિકને ટીમમાં તક મળી છે. 


ભારતે ટોસ જીત્યો
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીત્યો છે. રોહિત શર્માએ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. 


નસીમ શાહનું પર્દાપણ
ભારત સામે મહત્વના મુકાબલામાં પાકિસ્તાન ટીમે યુવા ફાસ્ટ બોલર નસીમ શાહને તક આપી છે. નસીમ શાહ આ મેચ સાથે પોતાના ટી20 આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત કરી રહ્યો છે. નસીમ શાહ પાકિસ્તાન માટે વનડે અને ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ કરી ચુક્યો છે. 


બંને ટીમની પ્લેઇંગ ઇલેવન
ભારતઃ રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ, આવેશ ખાન અને રવીન્દ્ર જાડેજા. 


પાકિસ્તાનઃ બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, ફખર જમાન, ઇફ્તિખાર અહમદ, ખુશદિલ શાહ, આસિફ અલી, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, નસીમ શાહ, હારિસ રાઉફ, શાહનવાઝ ધાની. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube