Asia Cup 2022 SRI vs AFG: એશિયા કપ 2022 (Asia Cup 2022) ની શરૂઆત થઇ ચૂકી છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ અફઘાનિસ્તાન અને શ્રીલંકાની વચ્ચે રમાઇ. એશિયા કપ 2022 ની પહેલી મેચમાં એક એવી ઘટના જોવા મળી જેણે તમામને હેરાન કરી દીધા. શ્રીલંકાની બેટીંગ દરમિયાન થર્ડ એમ્પાયરે એક એવો નિર્ણય આપ્યો જેણે જોઇ શ્રીલંકાની ટીમ ગુસ્સામાં જોવા મળી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થર્ડ એમ્પાયરના નિર્ણય પર થઇ બબાલ
શ્રીલંકા અને અફઘાનિસ્તાનની ટીમ એશિયા કપ 2022 (Asia Cup 2022) ના ગ્રુપ બીમાં છે. આ મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પહેલાં બોલીંગ કરવાનો નિર્ણય કર્યો. મેચની બીજી ઓવરમાં એક મોટી જોવા મળી. શ્રીલંકાની ઇનિંગની બીજી ઓવર જમણા હાથના ફાસ્ટના બોલર નવીન ઉલ હક લઇને આવ્યા. તેમણે આ ઓવરના અંતિમ બોલને શ્રીલંકાઇ બેટ્સમેન પાથુમ નિસંકાને આઉટ કર્યા, ત્યારબાદ મેદાન વચ્ચે વિવાદ જોવા મળ્યા. 

Asia Cup: પાકિસ્તાનની ખૈર નહી! ઘાતક ફોર્મમાં પરત ફર્યા ટીમ ઇન્ડીયાના 3 ખતરનાક બેટ્સમેન


Eye Palmistry: આંખો જોઇને જાણી લેશો પાર્ટનરનો મૂડ, તમે આ રીતે જાણી શકો છો કોઇનો પણ સ્વભાવ


અફઘાનિસ્તાનની ઘાતક બોલીંગ
એશિયા કપ 2022 (Asia Cup 2022) ની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાનના બોલરોની બોલબાલા જોવા મળી. શ્રીલંકાના કોઇપણ બેટ્સમેન મેદાન પર વધુ સમય ટકી શક્યા નહી અને આખી ટીમ 105 રન પર ઓલ આઉટ થઇ ગઇ. અફઘાનિસ્તા તરફથી ફજલહક ફારૂકીએ સૌથી વધુ 3 વિકેટ પ્રાપ્ત કરી. મુજીબ ઉર રહમાન અને મોહમંદ નબીએ 2-2 વિકેટ પોતાના નામે કરી. અફઘાનિસ્તાનની ટીમે 106 રનના ટાર્ગેટને સરળતાથી પ્રાપ્ત કરી લીધો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube