Asia Cup 2022: ભારત રવિવારે દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પોતાના ચિર પ્રતિદ્રંદ્રી પાકિસ્તાન વિરૂદ્ધ એક હાઇ-વોલ્ટેજ મુકાબલા સાથે પોતાના એશિયા કપ અભિયાનની શરૂઆત કરશે. ગત વખતે જ્યારે બંને ટીમો ઓક્ટોબરમાં ટી20 વર્લ્ડકપ રમી હતી, ત્યારે પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. રવિવારે થનાર આ મોટી મેચ પહેલાં ભારતીય ખેલાડીઓએ નેટ્સ પર જોરદાર પરસેવો વહાવ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિરાટનું બેટ ઓકશે આગ
આ દરમિયાન તમામની નજર વિરાટ કોહલી પર હતી, જે લાંબા સમયથી ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યા છે. ભારતના પૂર્વ કેપ્ટને નેટમાં લાંબો સમય વિતાવ્યો, સ્પિનરોના વિરૂદ્ધ મોટા શોટ લગાવ્યા અને ક્યારેક-ક્યારેક ભુવનેશ્વર કુમાર, આવેશ ખાન અને અર્શદીપ સિંહના નેતૃત્વમાં ફાસ્ટ બોલર વિરૂદ્ધ સંઘર્ષ કર્યો. 

Tata એ કર્યો ધમાકો! એકસાથે ત્રણ SUV લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube