થઈ ગયું સ્પષ્ટ... શ્રીલંકામાં નહીં યોજાઈ એશિયા કપ 2022, ક્રિકેટ બોર્ડે કહ્યું- ભારત પણ હોઈ શકે યજમાન
શ્રીલંકામાં ખરાબ સ્થિતિને કારણે પહેલા લંકા પ્રીમિયર લીગને સ્થગીત કરવામાં આવી હતી. હવે શ્રીલંકા ક્રિકેટે એશિયા કપના આયોજનથી હાથ ઉંચા કરી લીધા છે.
કરાચીઃ શ્રીલંકા ક્રિકેટે એશિયન ક્રિકેટ કાઉન્સિલને બુધવારે માહિતી આપી દીધી કે બોર્ડ દેશમાં આર્થિક અને રાજકીટ સંકટને કારણે આગામી એશિયા કપ ટી20 ટૂર્નામેન્ટની યજમાની કરવાની સ્થિતિમાં નથી. વર્તમાન સંકટને કારણે ક્રિકેટ શ્રીલંકાએ હાલમાં લંકા પ્રીમિયર લીગની ત્રીજી સીઝનને પણ સ્થગિત કરી દીધી હતી.
એસીસીના એક સૂત્રએ કહ્યું- શ્રીલંકા ક્રિકેટે માહિતી આપી કે તેના દેશમાં વર્તમાન રાજકીય અને આર્થિક સ્થિતિને કારણે વિશેષકરીને જ્યારે વિદેશી વિનિમયનો સવાલ છે તો તેના દેશમાં છ ટીમોની આ મોટી સ્પર્ધાનું આયોજન કરવાની આદર્શ સ્થિતિ નથી.
અધિકારીએ કહ્યું કે એસએલસી અધિકારીઓએ જાણ કરી કે તે ટૂર્નામેન્ટની યજમાની યૂએઈ કે કોઈ અન્ય દેશમાં કરવા ઈચ્છશે. એશિયા કપનું આયોજન ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે યોજાનાર ટી20 વિશ્વકપ પહેલા ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં થવાનું છે અને તેવામાં એસીસી આગામી કેટલાક દિવસમાં તેની જાહેરાત કરશે તેવી સંભાવના છે.
અધિકારીએ કહ્યું, યૂએઈ અંતિમ વૈકલ્પિક સ્થળ નથી, કોઈ અન્ય દેશ પણ હોઈ શકે છે. ભારત પણ કારણ કે એસીસી અને શ્રીલંકા ક્રિકેટને પહેલા સ્પર્ધાના આયોજનની અંતિમ મંજૂરી માટે એમિરેટ્સ ક્રિકેટ બોર્ડના અધિકારીઓ સાથે વાત કરવી પડશે.
આ પણ વાંચોઃ SL vs PAK: અબ્દુલ્લા શફીકની ઐતિહાસિક ઈનિંગ, ગાલે ટેસ્ટમાં પાકિસ્તાનની શાનદાર જીત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube