Asia Cup Final: પાકિસ્તાન-શ્રીલંકાની મેચ જો વરસાદના કારણે ધોવાઈ ગઈ તો કોણ જશે ફાઈનલમાં? જાણો આખું ગણિત
Asia Cup Final, Pakistan vs Sri Lanka : કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે એશિયા કપના સુપર 4 રાઉન્ડનો મુકાબલો 14 સપ્ટેમ્બર એટલે કે ગુરુવારે રમાશે. જે પણ ટીમ આ મેચ જીતશે તેને ફાઈનલની ટિકિટ મળશે.જો આ મેચ વરસાદના કારણે ધોવાઈ જાય તો કઈ ટીમને ફાઈનલની ટિકિટ મળશે તે અંગે ફેન્સ હજુ અસમંજસમાં છે.
Asia Cup Final, Pakistan vs Sri Lanka : કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે એશિયા કપના સુપર 4 રાઉન્ડનો મુકાબલો 14 સપ્ટેમ્બર એટલે કે ગુરુવારે રમાશે. જે પણ ટીમ આ મેચ જીતશે તેને ફાઈનલની ટિકિટ મળશે. ત્યારબાદ તેનો મુકાબલો 17 સપ્ટેમ્બરના રોજ એશિયા કપની ટ્રોફી માટે ભારત સાથે થશે. જો આ મેચ વરસાદના કારણે ધોવાઈ જાય તો કઈ ટીમને ફાઈનલની ટિકિટ મળશે તે અંગે ફેન્સ હજુ અસમંજસમાં છે.
ભારત પહોંચી ગયું ફાઈનલમાં
રોહિત શર્માની કેપ્ટનશિપમાં રમી રહેલી ટીમ ઈન્ડિયાએ 11મી વખત એશિયા કપ ફાઈનલની ટિકિટ મેળવી છે. કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈયેલી સુપર-4 રાઉન્ડની મેચમાં ભારતે શ્રીલંકાને 41 રનથી હરાવ્યું હતું. ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા 213 રન કર્યા. ત્યારબાદ શ્રીલંકન ટીમ 172 રન પર ઓલઆઉટ થઈ ગઈ. હવે 17 સપ્ટેમ્બરે એશિયા કપ 2023ના ખિતાબી મુકાબલામાં ભારત સામે પાકિસ્તાન કે શ્રીલંકા બેમાંથી એક ટીમ હોઈ શકે છે. ટીમ ઈન્ડિયાની નજર એશિયા કપની આઠમી ટ્રોફી ઉઠાવવા પર છે.
જે જીતશે તે ફાઈનલમાં
પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે આજે સુપર 4ની મેચ રમાશે. જે પણ ટીમ આ મેચ જીતશે તે ભારત વિરુદ્ધ 17 સપ્ટેમ્બરના રોજ એશિયા કપ 2023ની ફાઈનલ રમશે. હાલ સુપર 4 ની પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાન અને શ્રીલંકાના 2-2 પોઈન્ટ છે. આ રીતે ગુરુવારે રમાનારી મેચ સેમીફાઈનલ જેવી છે. અત્રે જણાવવાનું કે પોઈન્ટ ટેબલમાં ટીમ ઈન્ડિયા 4 પોઈન્ટ સાથે ટોપ પર છે.
વરસાદ પડ્યો તો કોણ પહોંચશે ફાઈનલમાં?
શ્રીલંકાના કોલંબોમાં પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે મુકાબલો થવાનો છે. કોલંબોમાં સતત વરસાદ પડી રહ્યો છે. જો વરસાદના કારણે આ મેચ રદ થઈ તો બંને ટીમો વચ્ચે 1-1 પોઈન્ટ વહેંચાઈ જશે. શ્રીલંકા અને પાકિસ્તાન બંને ટીમોના 3-3 અંક થઈ જશે. આવામાં ફાઈનલમાં પહોંચવા માટે નેટ રનરેટ જોવામાં આવશે. શ્રીલંકાનો નેટ રનરેટ -0.200 છે જ્યારે પાકિસ્તાનનો નેટ રનરેટ -1.892 છે. આવામાં જો મેચ વરસાદના કારણે રદ થઈ જાય કે પછી પરિણામ ન આવે તો પાકિસ્તાને બહાર થવું પડશે અને ફાઈનલમાં શ્રીલંકા અને ભારતનો આમનો સામનો થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube