IND vs PAK, Asia Cup 2023 Super 4 Reserve Day: ટીમ ઈન્ડિયાએ એશિયા કપ 2023ના પોતાના સુપર 4ની પહેલી મેચમાં પાકિસ્તાન વિરુદ્ધ દમદાર શરૂઆત  કરી પરંતુ મેચે મનસૂબાઓ પર પાણી ફેરવી દીધુ અને વરસાદના કારણે મેચ રિઝર્વ ડે પર ગઈ. રમત અટકી ત્યારે ટીમ ઈન્ડિયા 24.1 ઓવરમાં 2 વિકેટ પર 147 રન કરી ચૂકી હતી. હવે આ મુકાબલો આજે રિઝર્વ ડે પર પૂરો કરાવવાના પ્રયત્નો થશે. પણ કોલંબોનું હવામાન કઈંક અલગ જ કહી રહ્યું છે. એશિયા કપ 2023ના રિઝર્વ ડેના નિયમ મુજબ આ મેચ આજે એ જ સમયે એટલે કે બપોરે 3 વાગે (ભારતીય સમય મુજબ) શરૂ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મેચને વનડેનો દરજ્જો મળે તે માટે બંને ઈનિંગમાં ઓછામાં ઓછાી 20 ઓવર પૂરી થાય તે જરૂરી છે નહીં તો ભારત અને પાકિસ્તાન બંનેને મેચ રદ થવાની સ્થિતિમાં 1-1 પોઈન્ટ મળશે. એશિયા કપ 2023માં 2 સપ્ટેમ્બરના રોજ કેન્ડીના પલ્લેકેલે ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન ગ્રુપ એની એક મેચ પહેલેથી જ ધોવાઈ ચૂકી છે. 


કેવી છે આજના હવામાનની સ્થિતિ
કોલંબોમાં આજે હવામાન મેચ રમાઈ શકે તેના પક્ષમાં જોવા મળી રહ્યું નથી. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહેશે અને વરસાદ પડવાની શક્યતા 97 ટકા વ્યક્ત કરાઈ રહી છે. જ્યારે બપોરે 3 વાગે મેચ શરૂ થશે ત્યારે હવામાં 81 ટકા ભેજ રહેવાનું અને 99 ટકા વાદળ છવાયેલા રહે તેવું અનુમાન છે. બપોરે 17.9મિમી વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. સાંજ સુધીમાં વરસાદની શક્યતા 80 જેટલી ઓછી થઈ જશે પરંતુ ત્યાં સુધીમાં 100 ટકા વાદળો છવાઈ જશે. 


અત્રે જણાવવાનું કે કોલંબોમાં રવિવારે વરસાદના કારણે મેચમાં 4 કલાક વિધ્ન પડ્યું હતું. આજે બધુ પાર પડશે તો ભારત ગઈ કાલે જ્યાં રમત અટાકવી દેવાઈ હતી ત્યાંથી આજે રમવાનું શરૂ કરશે એટલે કે બપોરે 3 વાગે ભારત 2 વિકેટે 147 રનના સ્કોરથી આગળ વધવાનું શરૂ કરશે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube