Asia Cup 2023: એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી, જાણો કોને ન મળ્યું સ્થાન
Indian Squad for Asia Cup 2023: એશિયા કપ 2023 માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. 17 સભ્યોવાળી આ ટીમને કમાન રોહિત શર્માના હાથમાં રહેશે. ટીમમાં કે એલ રાહુલ અને શ્રેયસ ઐય્યરની વાપસી થઈ છે.
એશિયા કપ 2023 માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. 17 સભ્યોવાળી આ ટીમને કમાન રોહિત શર્માના હાથમાં રહેશે. ટીમમાં કે એલ રાહુલ અને શ્રેયસ ઐય્યરની વાપસી થઈ છે.ટીમમાં એક પ્લેયરની સરપ્રાઈઝ એન્ટ્રી થઈ છે. વર્લ્ડ કપ 2023ને જોતા આ ટુર્નામેન્ટ ખુબ મહત્વની રહેશે. આવામાં સિલેક્ટર્સે એક મજબૂત ટીમને એશિયા કપ માટે પસંદ કરી છે.
રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ એશિયા કપમાં પહેલી મેચ 2 સપ્ટેમ્બરના રોજ રમશે. આ મેચ પાકિસ્તાન વિરુદ્ધ શ્રીલંકાના કેન્ડીમાં થશે. ત્યારબાદ ભારતીય ટીમ બીજી ગ્રુપ મેચ નેપાળ વિરુદ્ધ 4 સપ્ટેમ્બરના રોજ મરશે. એશિયા કપમાં ભારત, પાકિસ્તાન, અને નેપાળ એક જ ગ્રુપમાં છે. અત્રે જણાવવાનું કે એશિયા કપ પાકિસ્તાનની મેજબાનીમાં હાઈબ્રિડ મોડલના આધારે રમાઈ રહ્યો છે.
એશિયા કપ માટે ભારતની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, કે એલ રાહુલ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રૃષ્ણા, જ્યારે સંજુ સેમસનને સ્ટેન્ડ બાય પ્લેયર તરીકે રાખવામાં આવ્યો છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube