India vs Sri Lanka, Asia Cup 2023 : ભારતીય ક્રિકેટ ટીમે ધાકડ ઓપનર રોહિત શર્માની કેપ્ટનશીપમાં ધમાલ મચાવતા શ્રીલંકાને ફાઈનલમાં હરાવી દીધુ અને એશિયા કપની ટ્રોફી પોતાના નામે કરી. ટીમ ઈન્ડિયાએ રેકોર્ડ 8મી વખત આ ટ્રોફી પર કબજો જમાવ્યો. સ્પિનર કુલદીપ યાદવનું યોગદાન કઈ ઓછું નથી. તેની પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પસંદગી થઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતે 8મી વાર જીતી ટ્રોફી
ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે ઈતિહાસ રચી નાખ્યો અને આઠમી વખત એશિયા કપ ટ્રોફી પોતાના નામે કરી. આ સાથે જ રોહિત એન્ડ કંપનીએ વર્લ્ડ  કપ 2023 પહેલા તમામ ટીમો માટે ખતરાની ઘંટી વગાડી દીધી છે. કોલંબોના કે આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી ફાઈનલ મેચમાં પેસર મોહમ્મદ સિરાઝે પોતાની કાતિલ બોલિંગથી ગદર મચાવી દીધુ અને શ્રીલંકન ટીમ માક્ષ 50 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારતે કોઈ પણ વિકેટ ગુમાવ્યા વગર લક્ષ્ય મેળવી લીધુ. 


ટીમમાં જગ્યા મેળવવાની તક શોધતો હતો કુલદીપ
ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવે એશિયા કપમાં કમાલનું પ્રદર્શન કર્યું. તેમણે કુલ 9 વિકેટ લીધી, જેના માટે તેને મેન ઓફ ધ સિરીઝ પસંદ કરાયો. થોડા સમય પહેલા સુધી કુલદીપ ભારતીય ટીમમાં પોતાની જગ્યા બનાવવા માટે કોશિશ કરી રહ્યો હતો. તેને તક મળી પરંતુ સીરીઝની તમામ મેચોમાં પ્લેઈંગ 11નો ભાગ બની શકતો નહતો. હવે સ્થિતિ એવી છે કે કુલદીપને આગામી વનડે વર્લ્ડ કપ માટે ટ્રમ્પ કાર્ડ ગણાવવામાં આવી રહ્યો છે. 


કુલદીપે મચાવ્યો કોહરામ
કાનપુર સાથે ઘરોબો ધરાવતા કુલદીપ યાદવે આ ટુર્નામેન્ટમાં દમદાર પ્રદર્શન કર્યું છે. તેણે જીત બાદ કહ્યું કે છેલ્લા દોઢ વર્ષથી તે પોતાની લય પર કામ કરી રહ્યો છે. ક્રીઝ પર વધુ આક્રમક થવું. તેને પોતાની બોલિંગ ગમે છે. ટી20માં પણ લેંથ ખુબ મહત્વ ધરાવે છે. આ વિકોટ વિશે નહીં, માત્ર લેંથ વિશે વિચારવા અંગે છે. તેના પર ખુબ મહેનત કરી છે. તેનો શ્રેય રોહિતભાઈને જાય છે. તેમણે મને મારા એસ પર કામ કરવા માટે પ્રોત્સાહિત કર્યો. 


બાગેશ્વર ધામના આશીર્વાદ
ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવને એશિયા કપમાં પોતાના દમદાર પ્રદર્શન માટે મેન ઓફ ધ સિરીઝ પસંદ કરાયો. થોડા સમય પહેલા કુલદીપ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની પાસે હાથ જોડીને બેઠેલો જોવા મળ્યો હતો. એટલું જ નહીં તે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં પણ પૂજા અર્ચના કરતો જોવા મળ્યો હતો. ધીરેન્દ્ર શાસ્ત્રી હંમેશા પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે.