Asia Cup 2023: એશિયા કપ 2023ની 2જી સપ્ટેમ્બરે ભારત સામે રમાનાર મોટી મેચ પહેલા પાકિસ્તાન ક્રિકેટ ટીમના બોલરો ટીમ ઈન્ડિયાના એક બેટ્સમેનથી ઘણા ડરે છે. આ ભારતીય બેટ્સમેને 10 મહિના પહેલા T20 વર્લ્ડ કપ 2022માં પાકિસ્તાની બોલરોને ખતમ કરી દીધા હતા, જેનો ડર હજુ પણ દેખાઈ રહ્યો છે. પાકિસ્તાનના ઓલરાઉન્ડર શાદાબ ખાને વિરાટ કોહલીને વર્લ્ડ ક્લાસ ખેલાડી ગણાવ્યો અને કહ્યું કે તે જાણે છે કે ભારતના આ સ્ટાર બેટ્સમેનને બોલિંગ કરવા માટે કેવા પ્રકારની રણનીતિની જરૂર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીમ ઈન્ડિયાના આ બેટરથી ડર્યા પાકના બોલર
એશિયા કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે મુકાબલો થશે અને આ પહેલા પાકિસ્તાનના બોલર કોહલીના પડકારનો સામનો કરવા માટે મહેનત કરી રહ્યાં છે. શાદાબે સ્ટાર સ્પોર્ટ્સને કહ્યું- તે (કોહલી) ચોક્કસપણે વિશ્વસ્તરીય ખેલાડી છે. તમારે તેનો સામનો કરવા માટે ખુબ રણનીતિ બનાવવી પડશે. કોહલીએ પાછલા વર્ષે મેલબોર્નમાં આઈસીસી ટી20 વિશ્વકપ દરમિયાન પાકિસ્તાન વિરુદ્ધ 52 બોલમાં અણનમ 82 રન બનાવી ભારતને શાનદાર જીત અપાવી હતી.


આ પણ વાંચોઃ ટીમ ઈન્ડિયાની બંને મેચ પર વરસાદનો ખતરો, વધી શકે છે કેપ્ટન રોહિતની મુશ્કેલી


તે ઈનિંગને યાદ કરતા શાદાબે કહ્યું, “વિરાટ કોહલી જે પ્રકારનો બેટર છે અને તેણે અમારી સામે જે રીતે પ્રદર્શન કર્યું છે, તે T20 વર્લ્ડ કપની છેલ્લી મેચમાં પણ તેણે જે રીતે બેટિંગ કરી હતી, મને નથી લાગતું કે વિશ્વનો કોઈ અન્ય બેટ્સમેન અમારા મજબૂત બોલિંગ આક્રમણ સામે તે આવી પરિસ્થિતિમાં આવી ઈનિંગ્સ રમી શક્યો હોત અને સૌથી મહત્ત્વની વાત એ છે કે તે કોઈપણ તબક્કે અને કોઈપણ સમયે આવી ઈનિંગ્સ રમી શકે છે. 


શાનદાર બોલિંગ આક્રમણનો સામનો
બીજી તરફ વિરાટ કોહલીનું માનવું છે કે પાકિસ્તાન જેવા સ્તરીય બોલિંગ આક્રમણનો સામનો કરવા માટે તમારે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડે છે. ભારતે પાકિસ્તાન વિરુદ્ધ છેલ્લા ત્રણ વનડે મુકાબલામાં જીત મેળવી છે પરંતુ છેલ્લી મેચ 2019ના વનડે વિશ્વકપ દરમિયાન રમાઈ હતી. કોહલીએ સ્ટાર સ્પોર્ટસને કહ્યું- મને લાગે છે કે બોલિંગ તેનો મજબૂત પક્ષ છે, જે ટેલેન્ટના આધાર પર ગમે ત્યારે મેચનું પાસું પલ્ટી શકે છે. તેથી તેનો સામનો કરવા માટે તમારે સારૂ પ્રદર્શન કરવું પડે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube