ક્રિકેટમાં ગુજરાતીઓનો દબદબો વધી રહ્યો છે. બીસીસીઆઈમાં અમિત શાહના દીકરા જય શાહે પદભાર સંભાળ્યા બાદ ગુજરાતીઓનું ક્રિકેટ ટીમમાં મહત્વ વધ્યું છે. આજે એશિયા કપ માટે ટીમની જાહેરાત કરાઈ છે. જેમાં 4 ગુજરાતીઓનો સમાવેશ કરાયો છે. વાઈસ કેપ્ટનનું પદ પણ ગુજરાતીના ફાળે ગયું છે. જસપ્રિત બુમરાહ અને હાર્દિક પંડ્યા વચ્ચે વાઈસ કેપ્ટન માટે રસાકસી હતી પણ હાર્દિકે મેદાન માર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એશિયા કપ 2023 માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. 17 સભ્યોની ટીમની કમાન રોહિત શર્માના હાથમાં રહેશે. કેએલ રાહુલ, જસપ્રીત બુમરાહ અને શ્રેયસ અય્યર ટીમમાં પરત ફર્યા છે. યુવા બેટ્સમેન તિલક વર્માને પણ ટીમમાં તક મળી છે. જ્યારે સંજુ સેમસનને ટીમમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યાની વાઈસ કેપ્ટનશિપ પર સવાલો ઉઠી રહ્યા હતા, પરંતુ તેમને વાઈસ કેપ્ટન તરીકે યથાવત રાખવામાં આવ્યો છે.


રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમ એશિયા કપમાં પોતાની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે રમશે. આ મેચ શ્રીલંકાના કેન્ડીમાં પાકિસ્તાન સામે થશે. આ પછી ભારત 4 સપ્ટેમ્બરે નેપાળ સામે બીજી ગ્રુપ મેચ રમશે. એશિયા કપમાં ભારત, પાકિસ્તાન અને નેપાળ એક જ ગ્રુપ-એમાં છે. જણાવી દઈએ કે એશિયા કપ પાકિસ્તાનની યજમાનીમાં હાઈબ્રિડ મોડલના આધારે રમાઈ રહ્યો છે.


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube