એશિયા કપ 2023ની સુપર 4માં ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને 228 રનથી હરાવી દીધુ. ભારત અને પાકિસ્તાન વચ્ચે આ મેચ બે દિવસમાં પૂરી થઈ. કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ પહેલા દિવસે વરસાદના કારણે પ્રભાવિત થઈ હતી. પહેલી દિવસે ફક્ત 24.1 ઓવરો રમાઈ જેમાં ટીમ ઈન્ડિયાએ 2 વિકેટના નુકસાન પર 147 રન કર્યા હતા. ત્યારબાદ મેચ રિઝર્વ ડે પર ગઈ. આ મેચમાં ટીમ ઈન્ડિયા પાકિસ્તાન પર સંપૂર્ણ રીતે હાવી રહી. બેટિંગ હોય કે બોલિંગ ભારતીય ટીમે પાકિસ્તાનને દરેક જગ્યાએ ધોબીપછાડ આપી. આ મેચમાં 3 ટર્નિંગ પોઈન્ટ એવા રહ્યા જેના કારણે બાબર સેના ધરાશાયી થઈ ગઈ. જાણો કયા હતા તે ટર્નિંગ પોઈન્ટ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુભમન ગિલનો કેચ ડ્રોપ
મેચનો સૌથી પહેલો ટર્નિંગ પોઈન્ટ શુભમન ગિલનો કેચ ડ્રોપ કહી શકાય જ્યારે નસીમ શાહની બોલિંગમાં શાહીન આફ્રિદીએ કેચ છોડ્યો હતો. પછી તો શું શુભમને જે ગતિ પકડી તેને રોકવી પાકિસ્તાની પેસ બેટરી માટે મુશ્કેલ બની ગઈ. શુભમને પણ આ જીવનદાનનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો. શુભમને રોહિત શર્મા સાથે મળીને પહેલી વિકેટ માટે 121 રનની મહત્વની ભાગીદારી કરી. શુભમન ગિલે 52 બોલમાં 58 રન કર્યા. પોતાની ઈનિંગમાં શુભમને 10 શાનદાર ચોગ્ગા પણ ફટકાર્યા. 


વિરાટ-રાહુલની ઐતિહાસિક સદી
પહેલી દિવસે ટીમ ઈન્ડિયાની ઈનિંગમાં વરસાદના કારણે 24.1 ઓવરની જ રમત રમાઈ. ત્યારબાદ રિઝર્વ ડેમાં વિરાટ કોહલી અને કે એલ રાહુલે 147 રનની ઈનિંગને આગળ વધારી. બીજા દિવસે વિરાટ કોહલી અને રાહુલે જબરદસ્ત દમ  દેખાડતા પાકિસ્તાનના બોલરોને વિકેટ માટે તરસાવી દીધા. આ દરમિયાન વિરાટ કોહલીએ 84 બોલમાં સદી પૂરી કરી અને વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 13 હજાર રન બનાવવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. 


જ્યારે કેએલ રાહુલ પણ પાછળ ન રહ્યો. રાહુલે પણ ઈજા બાદ વાપસી કરતા ધમાકેદાર  ઈનિંગ રમી અને અણનમ 111 રન કર્યા. વિરાટ અને રાહુલની આ ધમાકેદાર ઈનિંગના કારણે જ ટીમ ઈન્ડિયાએ નિર્ધારિત 50 ઓવરમાં 2 વિકેટના ભોગે 356 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો. 


કુલદીપની ફીરકીનો કોઈ તોડ ન નીકળ્યો
પાકિસ્તાન ક્રિકેટ ટીમ છેલ્લા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં હતી. એશિયા કપમાં ટીમે દમદાર ખેલનું પ્રદર્શન કર્યું હતું. પરંતુ ભારત વિરુદ્ધ બાબર સેનાની બેટિંગનો અસલી ટેસ્ટ થયો. ટીમ ઈન્ડિયા માટે મેચમાં કુલદીપ યાદવે પોતાની ફીરકીનો એવો તે જાદુ ચલાવ્યો કે પાકિસ્તાનની આખી ટીમ વેરવિખેર થઈ ગઈ. કુલદીપ યાદવે ટીમ ઈન્ડિયા માટે બોલિંગમાં પોતાનો પંજો ખોલ્યો. 8 ઓવરમાં ફક્ત 25 રન આપીને 5 વિકેટ પોતાના નામે કરે. કુલદીપ ઉપરાંત જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા અને શાર્દુલ ઠાકુરના ખાતામાં પણ એક એક વિકેટ ગઈ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube