Asia Cup: BCCI ચીફ સૌરવ ગાંગુલીની મોટી જાહેરાત, આ દેશમાં રમાશે એશિયા કપ-2022
Asia Cup: બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ગુરૂવારે કહ્યુ કે એશિયા કપ સંયુક્ત અરબ અમીરાતમાં રમાશે, જેનું આયોજન પહેલા શ્રીલંકામાં થવાનું હતું.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ગુરૂવારે કહ્યુ કે એશિયા કપ સંયુક્ત અરબ અમીરાતમાં કરાવવામાં આવશે, જેનું આયોજન પહેલા શ્રીલંકામાં થવાનું હતું. શ્રીલંકા આ સમયે આર્થિક તંગીનો સામનો કરી રહ્યું છે અને તેવામાં આટલી મોટી ટૂર્નામેન્ટનું આયોજન આ દેશમાં થઈ શકે નહીં.
ગાંગુલીની મોટી જાહેરાત
ગાંગુલીએ એપેક્સ કાઉન્સિલની બેઠર બાદ પત્રકારોને કહ્યુ- એશિયા કપ સંયુક્ત અરબ અમીરાતમાં રમાશે કારણ કે આ એવી જગ્યા છે જ્યાં વરસાદની સીઝન હશે નહીં. શ્રીલંકા ક્રિકેટે બુધવારે એશિયન ક્રિકેટ પરિષદને જાણ કરી કે દેશમાં આર્થિક અને રાજકીટ સંકટને કારણે બોર્ડ એશિયા કપ ટી20ના આગામી તબક્કાની યજમાની કરવાની સ્થિતિમાં નથી.
WI vs IND: વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પ્રથમ વનડેમાં આવી હશે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ 11, આ ખેલાડી કરશે ઓપનિંગ
ભારત છે સફળ ટીમ
2022 એશિયા કપ ટૂર્નામેન્ટની 15મી સીઝન હશે, જેની શરૂઆત 1984મા શારજાહમાં થઈ હતી. ભારત ટૂર્નામેન્ટની સૌથી સફળ ટીમ છે, જેણે સાત વખત આ ટ્રોફી જીતી છે. શ્રીલંકાએ પાંચ વખત આ ટૂર્નામેન્ટ જીતી છે. જ્યારે પાકિસ્તાન બે વખત ચેમ્પિયન બન્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube