દોહાઃ દુતી ચંદે એશિયન એથલેટિક્સ ચેમ્પિયનશિપના પ્રથમ દિવસે મહિલાઓની 400 મીટર દોડમાં પોતાનો રેકોર્ડ તોડ્યો જ્યારે હિમા દાસ કમરની ઈજાને કારણે 400 મીટર દોડમાંથી બહાર થઈ ગઈ હતી. 23 વર્ષની દુતીએ 11.28 સેકન્ડનો લમય લઈને મહિલાઓની 100 મીટર દોડમાં ચોથી હીટ જીતી હતી. આ સાથે તેણે 11.29 સેકન્ડનો પોતાનો નેશનલ રેકોર્ડ તોડી દીધો જે તેણે ગત વર્ષે ગુવાહાટીમાં બનાવ્યો હતો. પરંતુ તે વિશ્વ ચેમ્પિયનશિપના ક્વોલિફિકેશન માર્ક 11.24 સેકન્ડથી દૂર રહી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અન્ય ભારતીયોમાં જિંસન જોનસન (પુરૂષોની 800 મીટર), મોહમ્મદ અનસ અને રાજીવ અરોકિયા (400 મીટર), પ્રવીણ ચિત્રવેલ (પુરૂષોની ત્રિકુદ), ગોમતી એમ (મહિલાઓની 1500 મીટર) આગામી રાઉન્ડમાં પહોંચી ગયા છે. રાષ્ટ્રીય રેકોર્ડધારી જોનસે પુરૂષોની 800 મીટર દોડમાં 1: 53.43નો સમય કાઢ્યો હતો. તે કતરના જમાલ હેયરેનથી પાછળ રહ્યો હતો. 


મનજીત સિંહની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવેલ મોહમ્મદ અફઝલ પણ સેમીફાઇનલમાં પહોંચી ગયો છે. મહિલાઓની 800 મીટર દોડમાં ગોમતીએ 2: 04.96નો સમય કાઢ્યો અને તે બીજા સ્થાન પર રહી હતી. 


IPL 2019: વોર્નર-બેયરસ્ટોના તોફાનમાં ઉડ્યું કોલકત્તા, 9 વિકેટથી હૈદરાબાદનો વિજય 


ભારતની ટ્વિંકલ ચૌધરી ચોથા સ્થાન પર રહીને ક્વોલિફાઇ કરવાનું ચુકી ગઈ હતી. અરોકિયા 400 મીટર હીટમાં 46.25ના ટાઇમિંગની સાથે સેમીફાઇનલમાં પહોંચી ગયો હતો. તો અનસે 46.46 સેકન્ડનો સમય કાઢીને ત્રીજું સ્થાન હાસિલ કર્યું હતું. 


પુરૂષોની ત્રિકૂદમાં ચિત્રાવેલ નવમાં સ્થાન પર રહ્યો. હિમા દાસ કમરમાં સ્નાયૂ ખેંચાઈ જવાને કારણે 400 મીટર હીટ પૂરી કરવામાં અસફળ રહી હતી. ભારતની એમ આર પૂવમ્મા બીજા સ્થાન પર રહી અને ફાઇનલમાં જગ્યા બનાવી છે.