નવી દિલ્હીઃ Asia Cup 2023 India vs Pakistan: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણમાં વધારો શકે છે. BCCI સેક્રેટરી જય શાહે પુષ્ટિ કરી છે કે ટીમ ઈન્ડિયા એશિયા કપ 2023 માટે પાકિસ્તાન નહીં જાય. હવે એશિયા કપ માટે તટસ્થ સ્થળ નક્કી કરવામાં આવશે. BCCIના આ નિર્ણયથી પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે. આ પહેલા રમીઝ રઝા બીસીસીઆઈના નિર્ણયને લઈને ઘણી વખત ટિપ્પણી કરી ચૂક્યા છે અને તેમણે ધમકી પણ આપી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BCCI સેક્રેટરી જય શાહ ACCની બેઠક માટે બહેરીન ગયા છે. એક પ્રકાશિત  સમાચાર અનુસાર, જય શાહ હજુ પણ એશિયા કપના નિર્ણય પર અડગ છે. ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન નહીં જાય. એશિયા કપ 2023 માટે તટસ્થ સ્થળ નક્કી કરવામાં આવશે. જો કે, આ અંગે સત્તાવાર નિવેદન હજુ સુધી બહાર આવ્યું નથી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ અંગે કોઈ માહિતી આપી નથી.


આ પણ વાંચોઃ 'જાની દુશ્મન' બની ગયા હતા વિરાટ અને રોહિત, પછી શાસ્ત્રીએ કરાવ્યું હતું સમાધાન


અહેવાલો અનુસાર પીસીબીના અધ્યક્ષ નજમ સેઠીએ ઈમરજન્સી બેઠક બોલાવવાની માંગ કરી હતી. આ માંગને એશિયા ક્રિકેટ કાઉન્સિલ દ્વારા સ્વીકારવામાં આવી હતી. આ કારણોસર જય શાહ બહેરીન પહોંચી ગયા છે. જેમાં એશિયા કપ 2023 અંગે નિર્ણય લેવાનો હતો. પીસીબીએ એશિયા કપને લઈને લીધેલા નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો. તેના પર રમીઝ રજાએ કહ્યું હતું કે જો ટીમ ઈન્ડિયા એશિયા કપ માટે પાકિસ્તાન નહીં આવે તો પાકિસ્તાનની ટીમ પણ ભારત નહીં જાય અને આ વખતે એશિયા કપ પણ પાકિસ્તાનની ટીમ વિના જ રમવો પડશે.


નોંધનીય છે કે એશિયા કપ 2023નું આયોજન પાકિસ્તાન થવાનું હતું. પરંતુ ભારત અને પાક વચ્ચે ચાલી રહેલા રાજકીય વિવાદને કારણે બીસીસીઆઈએ ટીમ મોકલવાની ના પાડી દીધી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube