એશિયન ગેમ્સઃ હેન્ડબોલમાં ભારતીય મહિલા ટીમનો સતત ચોથો પરાજય
ભારતીય હેન્ડબોલ ટીમનું એશિયાડમાં અત્યાર સુધી ખરાબ પ્રદર્શન રહ્યું છે
જકાર્તાઃ ભારતીય મહિલા હેન્ડબોલ ટીમનું 18મી એશિયાડમાં નિરાશાજનક પ્રદર્શન જારી છે. મંગળવારે ગ્રુપ-એના મેચમાં નોર્થ કોરિયાએ ભારતને 49-19ના અંતરથી પરાજય આપ્યો હતો. ભારતીય ટીમ મેચમાં સંઘર્ષ કરતી નજર આવી અને નોર્થ કોરિયાએ તેને કોઇ તક ન આપી.
ભારતીય હેન્ડબોલ ટીમનું એશિયાડમાં અત્યાર સુધી ખરાબ પ્રદર્શન રહ્યું છે અને તેને તમામ ચાર મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. ઉત્તરી કોરિયાએ પ્રથમ રાઉન્ડમાં 23-10નો સ્કોર કર્યો અને બીજા રાઉન્ડમાં 29-9નો સ્કોર કરીને ભારતને પરાજય આપ્યો હતો.
નોર્થ કોરિયા માટે પોંગ ઇમે સૌથી વધુ 11 અંક મેળવ્યા હતા. ત્યારબાદ સોચ સુન કિમે 10 અંક પોતાના ખાતે કર્યા હતા. ભારત માટે મનિંદર કૌર, રિમ્પી અને સુષમાને ચાર-ચાર અંક મળ્યા હતા.