એશિયાડમાં ધમાલ, પ્રથમવાર ભારતીય મહિલાઓની કમ્પાઉન્ડ આર્ચરી ટીમને સિલ્વર
ભારતીય મહિલા તીરંદાજોએ કમ્પાઉન્ડ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે. આ પ્રથમ તક છે કે જ્યારે ભારતીય મહિલા ટીમને આર્ચરીના કમ્પાઉન્ડ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ મળ્યો છે.
જકાર્તાઃ મુસ્કાન કિરાર, મધુમિતા કુમારી અને જ્યોતિ સુરેખા વેન્નમની તીરંદાજી કમ્પાઉન્ડ ટીમ સ્પર્ધાના ફાઇનલમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. ભારતીય ટીમને ટાઇટલ મુકાબલામાં દક્ષિણ કોરિયા સામે હાર મળી હતી. પરંતુ આ સ્પર્ધામાં ભારતીય મહિલાઓની ટીમને સિલ્વર મેડલ મળ્યો છે. દક્ષિણ કોરિયાએ ભારતને ફાઇનલ મેચમાં 231-228થી પરાજય આપીને ગોલ્ડ જીત્યો હતો.
આ પહેલા 2014માં ઇંચિયોન એશિયન ગેમ્સમાં ભારતીય ટીમે મહિલા કમ્પાઉન્ડ ટીમ સ્પર્ધાનો બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતીય મહિલાઓએ દક્ષિણ કોરિયાને સારી ટક્કર આપી હતી. પ્રથમ સેટમાં તેણે કોરિયન મહિલા તીરંદાજો વિરુદ્ધ 59-57થી લીડ મેળવી હતી. ત્યારબાદ દક્ષિણ કોરિયાની ટીમ બીજા સેટમાં વાપસી કરી અને 58-56ની લીડ લઈને સ્કોર બરાબર કરી લીધો હતો.
એશિયાડમાં પીવી સિંધુનો રેકોર્ડ, 56 વર્ષમાં પ્રથમવાર ભારતને અપાવ્યો સિલ્વર
ત્રીજા સેટમાં બંન્ને ટીમોએ 58-58ની બરોબરી કરી અને તેવામાં બંન્નેનો કુલ સ્કોર 173-173થી બરોબર હતો. ચોથા સેટ્માં ભારતીય મહિલાઓનો દેખાવ નબડો રહ્યો અને 55-58થી પાછળ રહી. તેવામાં કુલ સ્કોર 231-228થી હરાવીને ભારતીય ટીમે સિલ્વર મેડલ જીત્યો હતો.