એશિયન ગેમ્સ 2018- ભારતના જોનસને 1500મી. દોડ અને 4x400માં મહિલા ટીમે જીત્યો ગોલ્ડ મેડલ
ભારત 58 મેડલ (13 ગોલ્ડ, 20 સિલ્વર અને 25 બ્રોન્ઝ) સાથે મેડલ લિસ્ટમાં 8મા સ્થાને છે
જકાર્તાઃ ભારતીય દોડવીર જિનસન જોનસલે અહીં 18મા એશિયન રમતોત્સવમાં 12 દિવસે ગુરૂવારે પુરુષોની 1500મી. દોડની સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો છે. મહિલાઓની ચાર ગુણ્યા 400મીટરની રિલે દોડમાં ભારતીય ટીમે ગોલ્ડ પોતાને નામ કર્યો હતો.
જિનસને ત્રણ મિનિટ 44.72 સેકન્ડમાં રેસ પુરી કરીને સોનું પોતાના નામે કર્યું હતું. ઈરાનના અમીર મુરાદીએ ત્રણ મિનિટ 45.621 સેકન્ડ સાથે સિલ્વર અને બહેરીનના મોહમ્મદ તૌલાઈએ ત્રણ મિનિટ 45.88 સેકન્ડ સાથે બ્રોન્ઝ જીત્યો હતો. 800મી.માં ભારત માટે ગોલ્ડ જીતનારો મનજીત સિંહ ચહલ ત્રણ મિનિટ 46.57 સેકન્ડ સાથે ચોથા સ્થાને રહ્યો હતો. જિનસને 800મી.માં બીજું સ્થાન મેળવ્યું હતું.
[[{"fid":"180919","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
ગુરૂવારે મહિલાઓની 4x400 મી. રિલે સ્પર્ધામાં ભારતની હિમા દાસ, પુવમ્મા રાજુ, સરિતાબેન ગાયકવાડ અને વિસમાયા વેલુવાકોરોધની જોડીએ 3 મિનિટ 28.72 સેકન્ડના સમય સાથે ભારતને બીજો ગોલ્ડ અપાવ્યો હતો. આ ભારતનો 13મો અને એથલેટિક્સમાં 7મો ગોલ્ડ છે. આ ઈવેન્ટમાં બહેરિનની ટીમે ત્રણ મિનિટ 30.62 સેકન્ડ સાથે સિલ્વર અને વિયેટનામની ટીમે ત્રણ મિનિટ 33.23 સેકન્ડ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ડિસ્કસ થ્રોમાં સિમાએ જીત્યો બ્રોન્ઝ
ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સની સિલ્વર મેડલ વિજેતા અનુભવી ડિસ્કસ થ્રો પ્લેયર સીમા પુનિયાએ એશિયન ગેમ્સ 2018માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેણે ફાઈનલમાં ત્રીજા પ્રયાસમાં 62.26મીટર ડિસ્કસ થ્રો કરીને ત્રીજું સ્થાન મેળવ્યું હતું. સીમાએ પ્રથમ પ્રયાસમાં 58.51મી., બીજો પ્રયાસ ફાઉલ રહ્યો હતો, ચોથા પ્રયાસમાં 61.28મી., પાંચમો પ્રયાસ ફાઉલ રહ્યો હતો અને છઠ્ઠા પ્રયાસમાં 61.18મી.નો ડિસ્કસ થ્રો કર્યો હતો.
12મા દિવસે ભારત કુલ 58 (13 ગોલ્ડ, 20 સિલ્વર અને 25 બ્રોન્ઝ) સાથે મેડલ લિસ્ટમાં 8મા સ્થાને છે.
ચિત્રાએ મહિલાઓની 1500મી.માં જીત્યો બ્રોન્ઝ
ભારતની મહિલા દોડવીર ચિત્રા ઉન્નીકૃષ્ણને ગુરૂવારે 1500મી. ઈવેન્ટનો બ્રોન્ઝ જીત્યો હતો. ચિત્રાએ ચાર મિનિટ 12.56 સેકન્ડનો સમય લીધો હતો. આ ઈવેન્ટનો ગોલ્ડ અને સિલ્વર બંને બહેરિનના નામે રહ્યા હતા. કાલકિદાન બેકફાડુએ ચાર મિનિટ 07.88 સેકન્ડનો સમય સાથે ગોલ્ડ અને તિગિસ્ત બેલેએ ચાર મિનિટ 09.12 સેકન્ડના સમય સાથે સિલ્વર જીત્યો હતો.
શરથ ટેબલ ટેનિસની પ્રી-ક્વાર્ટરમાં, મૌમા હારી
ભારતનો અનુભવી ટેબલ ટેનિસ ખેલાડી અંચતા શરથ કમલ પુરુષ સિંગલ્સ સ્પર્ધાના અંતિમ-16માં પહોંચી ગયો છે. શરથે પાકિસ્તાનના આસિમ મોહમ્મદ કુરેશીને હરાવ્યો હતો. આ અગાઉ મૌમાને મહિલા સિંગલ્સની પ્રી-ક્વાર્ટરમાં ચાઈનિઝ તાઈપેની ખેલાડી જુયુ ચેન સામે હારનો સામનો કરવો પડ્યો હતો.