Asian Games 2018: સ્ક્વોશમાં ભારતને વધુ બે બ્રોન્ઝ, જોશના અને સૌરવે અપાવ્યો મેડલ
ભારતને એશિયન ગેમ્માં સાતમાં દિવસે ત્રણ બ્રોન્ઝ મેડલ મળ્યા છે. આ ત્રણેય મેડલ સ્ક્વોશમાં મળ્યા છે.
જકાર્તાઃ 18મી એશિયન ગેમ્સના સાતમાં દિવસે ભારતને કુલ ત્રણ બ્રોન્ઝ મેડલ મળ્યા છે. આ ત્રણેય મેડલ સ્ક્વોશમાં મળ્યા છે. સેમીફાઇનલમાં દીપિકા પલ્લીકલનો સેમીફાઇનલમાં પરાજય થતા તેણે બ્રોન્ઝ મેડલથી સંતોષ કરવો પડ્યો છે.
જોશના ચિનપ્પાના ખાતામાં પણ બ્રોન્ઝ મેડલ આવ્યો છે. તેને પણ સ્ક્વેશના સિંગલ્સના સેમીફાઇનલમાં હાર મળી છે. જોશનાને મલેશિયાની સુબ્રહમણ્યમ શિવાસંગારીએ 3-1થી પરાજય આપ્યો હતો.
સ્ક્વેશના પુરૂષ સિંગલ્સના સેમીફાઇનલમાં હાર્યો સૌરવ ઘોષાલ
સૌરવ ઘોષાલને પણ પુરૂષ સિંગલ્સના સેમીફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેને હોંગકોંગના ખેલાડી અયૂ ચુન મિંગે સંઘર્ષપૂર્ણ મેચમાં 3-2થી પરાજય આપ્યો. આ સાથે સૌરવનું ગોલ્ડ મેડલનું સપનું તુટી ગયું અને તેણે બ્રોન્ઝ મેડલથી સંતોષ કરવો પડ્યો છે.
Asian Games 2018: દીપિકા પલ્લીકલે અપાવ્યો સાતમાં દિવસનો પ્રથમ મેડલ
18મી એશિયન ગેમ્સમાં અત્યાર સુધી ભારતના મેડલોની સંખ્યા 28 પર પહોંચી ગઈ છે. 6 ગોલ્ડ, 5 સિલ્વર અને 17 બ્રોન્ઝ મેડલની સાથે તે મેડલ ટેલીમાં 9માં સ્થાને છે.