Asian Games 2018: ભારતની 2 એથલીટ 200 મી. રેસની ફાઇનલમાં, હીટ-4માં ટોપર રહી દુતી
દુતી ચંદ અને હિમા દાસે 10મા દિવસે મહિલાઓની 200 મીટર રેસની સેમીફાઇનલમાં પ્રવેશ કરી લીધો. દુતીને અંતિમ યાદીમાં બીજા અને હિમાને સાતમું સ્થાન પ્રાપ્ત થયું છે.
નવી દિલ્હી: ભારતીય ખેલાડીઓના 18મા એશિયાઇ રમતોના નવમા દિવસે સોમવારે (27 ઓગસ્ટ)ના રોજ કુલ પાંચ મેડલ પોતાના નામે કર્યા. તેમાં એક ગોલ્દ સામેલ છે. આ ગોલ્ડ નીરજ ચોપડાએ અપાવ્યો. ગેમ્સના 10મા દિવસે મંગળવારે (28 ઓગસ્ટ)ના રોજ ભારત ઓછામાં ઓછા ત્રણ મુકાબલામાં ગોલ્ડ માટે ઉતરશે. બેડમિંટનમાં પીવી સિંધુ ફાઇનલ રમશે. તીરંદાજીમાં ભારતની મહિલા તથા પુરૂષ બંને ટીમો કંપાઉંડ ઇવેંટની ફાઇનલમાં છે. આ ઉપરાંત દુતી ચંદ પાસે 200 મીટરની રેસમાં આશા રહેશે.
મહિલા ટીમે તીરંદાજીમાં સિલ્વર જીત્યો
મહિલા ટીમે તીરંદાજીમાં સિલ્વર મેડલ પોતાના નામે કરી લીધો. ભારતીય ટીમ કંપાઉંડ ઇવેંટની ફાઇનલમાં પહોંચી હતી. જ્યાં તેણે દક્ષિણ કોરિયા વિરૂદ્ધ હારનો સામનો કરવો પડ્યો.
એથલેટિક્સ: દુતી અને હિમા 200 મીટરની સેમીફાઇનલમાં
દુતી ચંદ અને હિમા દાસે 10મા દિવસે મહિલાઓની 200 મીટર રેસની સેમીફાઇનલમાં પ્રવેશ કરી લીધો. દુતીને અંતિમ યાદીમાં બીજા અને હિમાને સાતમું સ્થાન પ્રાપ્ત થયું છે. હિમાએ હીટ-2માં 23.47 સેકેંડનો સમય લઇને ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું. દુતીએ હીટ-4માં સૌથી સારું પ્રદર્શન કરતાં 23.37 સેકેંડનો સમય લઇને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું.
બેટમિંટન: સિંધુ ફાઇનલમાં, સાઇનાને કાંસ્ય
આ પહેલાં સોમવારે પીવી સિંધુએ ફાઇનલમાં પ્રવેશ કરી લીધો. સિંધુએ સેમીફાઇનલમાં વર્લ્ડ નંબર-2 જાપાનની અકાને યામાગુચીને માત આપી. ફાઇનલમાં સામનો વર્લ્ડ નંબર-1 તાઇવાનની ખેલાડી તાઇ જુ યિંગ સાથે થશે. તો બીજી તરફ સાઇના નેહવાલ સેમીફાઇનલમાં હાઇ ગઇ. તેને કાંસ્ય પદકથી સંતોષ માનવો પડ્યો.
ટેટે: ભારતીય પુરૂષ ટીમ સેમિફાઇનલમાં
ભારતીય પુરૂષ ટેબલ ટેનિસ ટીમે જાપાનને 3-1થી માત આપતાં સેમીફાઇનલમાં પ્રવેશ કરી લીધો. આ સાથે જ ભારતીય ટીમે પદક પાકો કરી લીધો છે .સાથિયાન ગણનસેકરને જાપાનના યૂએડા જેને 11-9, 11-7થી માત આપતાં ભારતને 1-0થી બઢત અપાવી. આગામી મેચમાં અચંથ શરથ કમલે કેંટા માટસુડાઇરાને 11-8, 12-10, 11-8થી માત આપી. ત્રીજી મેચમાં હરમીત દેસાઇનો સામનો માસાકી યોશિદા સાથે છે. જાપાની ખેલાડીએ ભારતીય ખેલાડીને 11-9, 12-14, 11-8, 8-11, 4-11 હરાવીને ભારતની જીત ટાળી દીધી. પરંતુ રિવર્સ સિંગલ્સમાં સાથિયને કેંટાને 12-10, 6-11, 11-7, 11-4 હરાવી ભારતની બઢત 3-1 કરી દીધી.