જકાર્તા: ઇંડોનેશિયામાં ચાલી રહેલા 18મા એશિયાઇ રમતોમાં સોમવારે ભારતની અગ્રણી મહિલા બેંડમિંટન ખેલાડી સાયના નેહવાલને મહિલા સિંગલની સેમીફાઇનલના મુકાબલામાં હાર મળી છે. આ હારના લીધે તે ફાઇનલમાં પ્રવેશી ચૂકી છે. જોકે તેમણે કાંસ્ય પદક પ્રાપ્ત થયો છે. સાયનાનો એશિયાઇ રમતોમાં આ પ્રથમ પદક છે. આ સ્પર્ધાની બીજી સેમીફાઇનલમાં પીવી સીંધુને બીજી સેમીફાઇન રમવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્લ્ડ નંબર-1 સાયના પહેલી ગેમની શરૂઆતમાં યિંગની આક્રમક રમત આગળ નબળી જોવા મળી રહી હતી અને જેથી તે 5-1થી પાછળ રહી. આ દરમિયાન યિંગ કેટલાક ખોટા શોટ રમી હતી અને સાયનાએ તેનો ફાયદો ઉઠાવતા6 પોતાનો સ્કોર ચીની તાઇપેની ખેલાડી વિરૂદ્ધ 10-10થી બરાબર કરી લીધો.


સાયનાને મહિલા સિંગલની સેમીફાઇનલમાં ચીની તાઇપેની ખેલાડી તાઇ જુ યિંગે સીધી રમતોમાં 21-17, 21-14થી માત આપી. ગત વખતે એશિયાઇ રમતોમાં કાંસ્ય પદક જીતનાર યિંગને અહીં સીધા પાંચ પોઇન્ટ લેતાં સાયનાને ફરી એકવાર 15-10થી પછાડી દીધી. આ બઢતને જાળવી રાખતાં યિગે પહેલી ગેમ 21-17થી જીતી લીધી. 


બીજી ગેમમાં પણ યિંગે પોતાનો દબદબો યથાવત રાખો. અહીં સાયનાને તેની ભૂલનું કારણ 2-6થી પાછળ રહેવું પડ્યું. ગત વખતે ઇંચિયોનમાં એશિયાઇ રમતોમાં ક્વાર્ટર ફાઇનલ સુધી જ સફર નક્કી કરનાર ભારતીય ખેલાડી સાયનાએ સારી વાપસી કરી અને સ્કોર 6-6થી બરાબર કરી લીધો. 



અહીંથી બંને ખેલાડીઓને એક-બીજાને બરાબરની ટક્કર આપતાં જોવા મળ્યા, પરંતુ યિંગે તેના પર સારી વાપસી કરી સાયનાને 21-14થી હરાવીને ફાઇનલમાં સ્થાન બનાવ્યું. આ હારના કારણે વર્લ્ડ નંબર-1 સાયનાને કાંઅસ્ય પદકથી સંતોષ માનવો પડી રહ્યો છે. 

(ઇનપુટ આઇએએનએસ)