નવી દિલ્હીઃ India Wins Gold Asian Games 2023: ભારતને એશિયન ગેમ્સ 2023ના ત્રીજા દિવસે ત્રીજો ગોલ્ડ મળ્યો છે. ઈન્ડિયાની ઘોડેસવારી ટીમે શાનદાર પ્રદર્શન કરતા ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. ભારતની ઘોડેસવારી ટીમે 41 વર્ષ બાદ ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચી દીધો છે. ભારતીય ઘોડેસવાર સુદીપ્તિ હજેલા, દિવ્યકીર્તિ સિંહ, અનુશ અગ્રવાલ અને હ્રદય છેડાએ શાનદાર પ્રદર્શન કરતા ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ કબજે કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતે ઘોડેસવારીમાં 41 વર્ષના ઈતિહાસમાં એશિયન ગેમ્સમાં પ્રથમવાર ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતના ઘોડેસવાર અનુશ, સુદીપ્તિ, દિવ્યકીર્તિ અને હ્રદયે ડ્રેસેજ ઈવેન્ટની ફાઈનલમાં શાનદાર પ્રદર્શન કર્યું. ટીમે 209.205 પોઈન્ટ મેળય્યા હતા. દીપ્યકીર્તિને 68.176, હ્રદયને 69.941 અને અનુશને  71.088 પોઈન્ટ મળ્યા હતા. ભારતીય ટીમ ચીનથી 4.5 પોઈન્ટ આગળ રહી હતી. 


ઘોડેસવારીમાં ભારતે ગોલ્ડ જીત્યો, અત્યાર સુધીમાં કુલ 15 મેડલ જીત્યા છે
આજે (26 સપ્ટેમ્બર) ભારતને એક ગોલ્ડ અને 1 સિલ્વર સહિત 4 મેડલ મળ્યા છે.


આ ઈવેન્ટમાં ભારતને મળ્યા મેડલ
મેહુલી ઘોષ, આશી ચોકસે અને રમિતા જિંદાલ - 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટ (શૂટિંગ): સિલ્વર
અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહ, પુરુષોની લાઇટવેઇટ ડબલ સ્કલ્સ (રોઇંગ): સિલ્વર
બાબુ લાલ અને લેખ રામ, મેન્સ કોક્સલેસ ડબલ્સ - (રોઇંગ): બ્રોન્ઝ
મેન્સ કોક્સેડ 8 ટીમ - (રોઇંગ): સિલ્વર
રમિતા જિંદલ - મહિલા 10 મીટર એર રાઈફલ (શૂટિંગ): બ્રોન્ઝ
ઐશ્વર્યા તોમર, રૂદ્રાંક્ષ પાટીલ અને દિવ્યાંશ પંવાર, 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટ (શૂટીંગ): ગોલ્ડ
આશિષ, ભીમ સિંહ, જસવિન્દર સિંહ અને પુનીત કુમાર - મેન્સ કોક્સલેસ 4 (રોઈંગ): બ્રોન્ઝ
પરમિન્દર સિંઘ, સતનામ સિંઘ, જાકર ખાન અને સુખમીત સિંહ - મેન્સ ક્વાડ્રુપલ સ્કલ્સ (રોઇંગ): બ્રોન્ઝ
ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર - પુરુષોની 10 મીટર એર રાઈફલ (શૂટિંગ): બ્રોન્ઝ
અનીશ, વિજયવીર સિદ્ધુ અને આદર્શ સિંહ - પુરુષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ (શૂટિંગ): બ્રોન્ઝ
મહિલા ક્રિકેટ ટીમઃ ગોલ્ડ
નેહા ઠાકુર સેલિંગ (ડીંગી – ILCA4 ઇવેન્ટ): સિલ્વર
ઇબાદ અલી સેલિંગ (RS:X): કાંસ્ય
ભારતે ઘોડેસવારીમાં ડ્રેસેજ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો
વિષ્ણુ સરવનને સેલિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube