World Cup 2023: ટીમ ઈન્ડિયાના એક બેટ્સમેને વર્લ્ડકપ 2023 પહેલાં હલચલ મચાવી દીધી છે. આ ખેલાડીએ દરેક બોલરને એક બાજુથી ફટકારવાની શરૂઆત કરી ટીમને એકતરફી રીતે જીત અપાવી હતી. ભારત 8 ઓક્ટોબરથી વર્લ્ડ કપમાં પોતાની સફર શરૂ કરવા જઈ રહ્યું છે. આ મેચમાં ભારતનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે.2 011 બાદ આ પ્રથમ વખત છે જ્યારે ભારત વર્લ્ડ કપની યજમાની કરી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બેટ્સમેને બોલરોના કર્યા બુરા હાલ


રુતુરાજ ગાયકવાડની કપ્તાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ એશિયન ગેમ્સનો એક ભાગ છે. આ ટીમની મેચ બાંગ્લાદેશ સામે હતી જેમાં ભારતે તેને 9 વિકેટે હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ મેચમાં ભારતીય ટીમનો હિસ્સો રહેલા તિલક વર્માએ જોરદાર અને એકતરફી બેટિંગ કરીને ટીમને જીત તરફ દોરી હતી. તેણે 55 રનની અણનમ ઇનિંગમાં 6 સિક્સર ફટકારી હતી. તિલકે દરેક બાંગ્લાદેશી બોલરને ફટકાર્યો હતો.


ટીમે આસાનીથી મેચ જીતી લીધી હતી


ટીમ ઈન્ડિયાએ આ મેચ સરળતાથી જીતી લીધી હતી. પહેલા વોશિંગ્ટન સુંદર અને સાંઈ કિશોરની શાનદાર બોલિંગ સામે બાંગ્લાદેશના બેટ્સમેનો રન બનાવવામાં સફળ થઈ શક્યા ન હતા. બાંગ્લાદેશની ટીમ માત્ર 96 રન જ બનાવવામાં સફળ રહી હતી. જોકે, ભારતનો યશસ્વી જયસ્વાલ ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યો હતો પરંતુ આ પછી ટીમની કોઈ વિકેટ પડી ન હતી. ઋતુરાજ ગાયકવાડ અને તિલક વર્માએ ટીમ ઈન્ડિયાને ફાઈનલની ટિકિટ અપાવી.


એશિયન ગેમ્સમાં ભારતે 87 મેડલ જીત્યા છે


તમને જણાવી દઈએ કે સમાચાર લખાય છે ત્યાં સુધી ભારતે એશિયન ગેમ્સમાં 87 મેડલ જીત્યા છે, જેમાં 21 ગોલ્ડ, 32 સિલ્વર અને 34 બ્રોન્ઝ મેડલ સામેલ છે. આ વખતે એશિયન ગેમ્સ ટૂર્નામેન્ટ ભારત માટે ઐતિહાસિક રહી છે. ટીમે સૌથી વધુ મેડલ જીતવાનો પોતાનો જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ પહેલા ભારતીય ટીમે ગત સિઝનમાં 70 મેડલ જીત્યા હતા. ભારત હવે 100 મેડલની નજીક છે.