ચીન: સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ બરાબરનો ભરડો લીધો હતો. પરંતુ હાલ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. સમગ્ર દુનિયાને કોરોનાની ઝાળમાં ધકેલી દેનાર ચીનમાં ફરી કોરોના વકર્યો છે. જેણી સીધી અસર આ વર્ષે યોજાનાર એશિયલ ગેમ્સ પર જોવા મળશે. ફરી કોરોનાએ વિશ્વના અમુક દેશોમાં તબાહી મચાવવાનું શરૂ કર્યું છે અને તેની સીધી અસર રમતગમત પર પડી રહી છે. આ વર્ષે ચીન (હેંગઝોઉ)માં યોજાનારી એશિયન ગેમ્સને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે. ચીની મીડિયા દ્વારા આ માહિતી સામે આપવામાં આવી છે. આ સમાચાર સાંભળીને ખેલાડીઓમાં થોડી ચિંતા દેખાઈ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એશિયન ગેમ્સ આ વર્ષે સપ્ટેમ્બરમાં ચીનના હાંગઝોઉ શહેરમાં યોજાવાની હતી. પરંતુ ચીનમાં હાલ કોરોના વકર્યો છે. લોકોને ઘરની અંદર બંધ રાખવાની ફરજ પડાઈ રહી છે. તેવામાં ચીની મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હાલ કોઈ કારણ જણાવ્યા વગર એશિયન ગેમ્સને અનિશ્ચિતકાળ માટે ટાળી નાંખવામાં આવી છે. ચાઈના સેન્ટ્રલ ટેલીવિઝનના રિપોર્ટ પ્રમાણે આ નિર્ણય શુક્રવારે જ લેવામાં આવ્યો છે. 



તમને જણાવી દઈએ કે ચાઈના તાજેતરમાં કોરોનાની નવી લહેરના કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. ચીનમાં હાલ કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો કહેર ઝડપથી વધી રહ્યો છે. એશિયન ગેમ્સ સિવાય પણ ચીનમાં યોજાનાર અનેક ટૂર્નામેન્ટ પર કોરોના મહામારીની અસર જોવા મળી રહી છે. ગુરુવારે જ વર્લ્ડ યૂનિવર્સિટી ગેમ્સને પણ એક વર્ષ માટે ટાળી નાંખવામાં આવી છે.


એશિયાના ઓલંપિક કાઉન્સિલના ડાયરેક્ટર જનરલે જાહેરાત કરી છે કે 19મી એશિયન ગેમ્સને અનિશ્ચિતકાળ માટે ટાળી નાંખવામાં આવી છે. આ ગેમ્સ આ વર્ષે હાંગઝોઉ શહેરમાં 10થી 25 સપ્ટેમ્બરની વચ્ચે રમાનાર હતી. હવે આ એશિયન ગેમ્સ ક્યારે રમાશે, તેણી નવી તારીખ જલ્દીથી જાહેર કરવામાં આવશે.