જકાર્તાઃ આર્ચરી ખેલાડી હરવિંદર સિંહે બુધવારે એશિયન પેરા ગેમ્પના પુરૂષ વ્યક્તિગત રિવર્ક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો જ્યારે ટ્રેક તથઆ ફીલ્ડ ખેલાડી એક સિલ્વર અને એક બ્રોન્ઝ જીતવામાં સફળ રહ્યાં છે. સોનુ ઘંગાસે પુરૂષના ચક્ર ફેંક એફ 11 વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો જ્યારે મોહમ્મદ યાસિરે પુરૂષ ગોળા ફેંક એફ વર્ગ 46માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હરવિંદરે ડબ્લ્યૂ 2/એસટી વર્ગના ફાઇનલમાં ચીનના ઝાઓ લિશ્યુને 6-0થી હરાવીને ટાઇટલ પોતાના નામે કરતા ભારતના ગોલ્ડ મેડલોની સંખ્યા સાત પર પહોંચાડી દીધી છે. ડબ્લ્યૂ 2 વર્ગમાં તેવા ખેલાડીઓ  હોય છે જે પક્ષાઘાત કે ઘુંટણની નીચે બંન્ને પગ કપાયેલા હોવાને કારણે ઉભા થતા નથી અને તેને વ્હીલચેયરની જરૂર પડે છે. એસટી વર્ગમાં તીરંદાજમાં સીમિત દિવ્યાંગતા હોય છે અને તે વ્હીલચેર વગર પણ નિશાન લગાવી શકે છે. 


મોનૂએ ડેસ્કસ થ્રોમાં જીત્યો સિલ્વર
ટ્રેક તથા ફીલ્ડમાં મોનૂએ પોતાના ત્રીજા પ્રયાસમાં 35.89 મીટર દૂર ચક્ર ફેંકીને સિલ્વર મેડલ મેળવ્યો. ઈરાનના ઓલાદ માહરીએ 42.37 મીટરના નવા રેકોર્ડની સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગોળા ફેંકમાં યાસિરે 14.22 મીટરના પ્રયાસ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ચીનના વેઈ એનલોંગ (15.67 મીટર) ગેમ્સના નવા રેકોર્ડની સાથે ગોલ્ડ જ્યારે કઝાખસ્તાનના માનસુરબાયેવ રાવિલ (14.66 મીટર)ની સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. 


બીજા દિવસે ભારતમાં જીત્યા હતા ત્રણ ગોલ્ડ સહિત 11 મેડલ
આ પહેલા મંગળવારે ભારતીય ખેલાડીઓએ ત્રણ ગોલ્ડ સહિત 11 મેડલ મેળવ્યા જેનાથી મેડલ ટેલીમાં ભારત આઠમાં સ્થાને છએ. એકતા ભયાન અને નારાયણ ઠાકુરે ક્રમશઃ મહિલાઓની ક્લબ થ્રો સ્પર્ધા અને પુરૂષોની 10 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. પેરા નિશાનબાજ મનીષ નરવાલે પુરૂષોની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો હતો.