જકાર્તાઃ ગત ચેમ્પિયન શરદ કુમારે પુરુષોની ઊંચી કૂદની ઈવેન્ટમાં ગુરૂવારે (11 ઓક્ટોબર) એશિયન પેરા ગેમ્સમાં બે નવા રેકોર્ડ બનાવવાની સાથે ગોલ્ડ જીત્યો હતો. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર જીતનારા 26 વર્ષના આ ખેલાડીઓ ઊંચી કૂદના ટી42/63 વર્ગમાં 1.90મીટરના કૂદકા સાથે એશિયા અને આ રમતોત્સવનો એક નવો રેકોર્ડ બનાવ્યો હતો. ટી42/63 વર્ગ પગના નીચેના ભાગની વિકલાંગતા સાથે જોડાયેલો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઈવેન્ટને સિલ્વર મેડલ રિયો ઓલિમ્પિકના બ્રોન્ઝ મેડલ વિજેતા વરૂણ ભાટી (1.82 મીટર), જ્યારે બ્રોન્ઝ મેડલ થંગાવેલુ મરિયાપ્પન (1.67)એ જીત્યો હતો. ખાસ વાત એ છે કે, મરિયાપ્પને રોયો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 


બિહારનો શરદ જ્યારે બે વર્ષનો હતો ત્યારે પોલિયો નિરોધક અભિયાન દરમિયાન મિશ્રણવાળી દવા લેવાના કારણે તેના ડાબા પગમાં લકવો પડી ગયો હતો. 


ભારતીય ખેલાડીઓએ ગુરૂવારે દેશના ખાતામાં 13 મેડલ ઉમેર્યા હતા. ભારત કુલ 50 મેડલ (8 ગોલ્ડ, 17 સિલ્વર અને 25 બ્રોન્ઝ) સાથે મેડલ ટેલીમાં 9મા સ્થાને છે. પ્રથમ સ્થાને રહેલા ચીને 137 ગોલ્ડ, 69 સિલ્વર અને 49 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. બીજા સ્થાને રહેલા દક્ષિણ કોરિયાએ 43 ગોલ્ડ, 37 સિલ્વર અને 34 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. 



ઊંચી કૂદઃ ભારતે ત્રણ મેડલ જીત્યા
ભારતીય એથલીટોએ એક જ સ્પર્ધામાં ત્રણ મેડલ જીત્યા છે. ભારતીય ખેલાડીઓએ પુરુષોની ઊંચી કૂદની ટી-42/63 વર્ગની સ્પર્ધામાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ પોતાને નામ કર્યા હતા. ભારતના શરદ કુમારે આ સ્પર્ધામાં ગેમનો રેકોર્ડ તોડીને ગોલ્ડ જીત્યો હતો. 


તેમના ઉપરાંત રિયો ઓલિમ્પિકમાં મેડલ વિજેતા વરૂણ સિંહ ભાડીએ સિઝનનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ સ્પર્ધાનો બ્રોન્ઝ મેડલ રિયો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનારા મરિયપ્પન થંગાવેલુએ જીત્યો હતો. 



એથલેટિક્સઃ 400મીટર સ્પર્ધાઓમાં ભારતને 1 સિલ્વર, 2 બ્રોન્ઝ
ભારતનેપુરુષોની 400મીટર રેસ સ્પર્ધાઓમાં એક સિલ્વર અને બે બ્રોન્ઝ મળ્યા. પુરુષોની 400મીટર ટી-44/64 વર્ગની દોડમાં ભારતે એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત 40મીટર દોડ ટી-45/46/67 વર્ગની સ્પર્ધામાં પણ એક બ્રોન્ઝ જીત્યો હતો. 


ભારતના આનંદન ગુનાશેકરને 400મીટર ટી-44/62/64 વર્ગમાં દોડની સ્પર્ધાને 53.72 સેકન્ડમાં પુરી કરીને ગેમ રેકોર્ડ તોડીને સિલ્વર મેડલ જીત્યો હતો. 



આ ઉપરાંત વિનય કુમારે 54.45 સેકન્ડના સમયમાં આ રેસ પુરી કરીને અંગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પુરુષોની 400મીટર ટી45/46/47 વર્ગની સ્પર્ધાની ફાઈનલમાં સંદીપ સિંહ માને 50.07 સેકન્ડનો સમય લઈને સિઝનનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 


ભાલા ફેંકમાં સુદરે જીત્યો સિલ્વર, રિંકુને બ્રોન્ઝ
ભાલા ફેંક એથલીટ સુંદર સિંહ ગુર્જરે ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો. આ સ્પર્ધામાં રિંકુએ બ્રોન્ઝ મેડલ સાથે સંતોષ માનવો પડ્યો હતો. પુરુષોના એફ-46 વર્ગમાં સુંદરે પોતાના પાંચમા પ્રયાસમાં 61.33 મીટરનું અંતર કાપીને સિલ્વર મેડલ જીત્યો હતો. રિંકુએ પોતાનું વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને 60.92 મીટરના અંતરે ભાલો ફેંકીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 



જોકે, આ જ સ્પર્ધામાં બે વખતના પેરાલિમ્પિક ચેમ્પિયન દેવેન્દ્ર ઝઝરિયા નિરાશજનક પ્રદર્શન સાથે ચોથા સ્થાને રહ્યા. શ્રીલંકાના દિનેશ હેરાથે એશિયન રેકોર્ડ તોડતાં 61.84મીટરના અંતર સાથે ગોલ્ડ જીત્યો હતો. 


પુરુષોના 400મીટર ટી-13 વર્ગમાં  અવ્નિલ કુમારે 52 સેકન્ડના સમયમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ જ સ્પર્ધામાં ઈરાનના ઓમિડ જરિફસાયયેઈએ ગોલ્ડ અને થાઈલેન્ડના સોંગવુત લામસને સિલ્વર મેડલ જીત્યો હતો. 


એથલેટિક્સઃ અવનિલે જીત્યો બ્રોન્ઝ મેડલ 
ભારતીય એથલિડ અવનિલ કુમારે પુરુષોની 100મીટરની ટી-13 રેસમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. અવનિલે ફાઈનલમાં 52.00 સેકન્ડમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું. આ સ્પર્ધાનો ગોલ્ડ મેડલ ઈરાનના ઓમિદ ચરીફસાનયેઈએ જીત્યો હતો. થાઈલેન્ડના સોંગવુટે સિલ્વર જીત્યો હતો. 



મહિલાઓની 400મીટર ટી-12 (દૃષ્ટિહિન) શ્રેણીમાં ભારતની રાધા વેંકટેશે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સ્વિમિંગમાં ભારતના સ્વપ્નિલ પાટિલ પુરુષોની 400મીટર ફ્રીસ્ટાઈલ (એસ10)માં બ્રોન્ઝ જીત્યો હતો.