નવી દિલ્હીઃ દીપક કુમારે 14મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં મંગળવારે પુરૂષોની દસ મીટર એર રાઇફલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સાથે તેણે ભારત માટે ટોક્યો ઓલિમ્પિકની 10મી ટિકિટ પણ હાસિલ કરી લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દીપકે ટૂર્નામેન્ટના પ્રથમ દિવસે ફાઇનલમાં 145 પોઈન્ટ બનાવ્યા હતા. પાછલા વર્ષે ગુડાલજારામાં આઈએસએસએફ વિશ્વ કપમાં બ્રોન્ઝ મેડલ જીતનાર દીપકે ક્વોલિફાઇંગમાં 626.8 પોઈન્ટ બનાવીને ત્રીજા સ્થાને રહીને આઠ ખેલાડીઓના ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. 


ભારત આ ચેમ્પિયનશિપ પહેલા ટોક્યો માટે 9 કોટા હાસિલ કરી ચુક્યું હતું તથા તે એશિયન ક્ષેત્રમાં ચીન (25 કોટા), કોરિયા (12) અને યજમાન જાપાન (12) બાદ ચોથા નંબર પર છે. 

આફ્રિકાના પૂર્વ ક્રિકેટરે કર્યા બીજા લગ્ન, સોશિયલ મીડિયા પર આપી જાણકારી


આ સ્પર્ધામાં ભારતના ત્રણ શૂટરોમાં સૌથી વધુ અનુભવી દીપક અપેક્ષાઓ પૂરી કરવામાં સફળ રહ્યો અને ઓલિમ્પિકની ટિકિટ મેળવવામાં સફળ રહ્યો હતો. દીપક પુરૂષોની દસ મીટર એર રાઇફલ સ્પર્ધામાં ઓલિમ્પિક કોટા હાસિલ કરનાર બીજો ભારતીય શૂટર છે. તેની પહેલા દિવ્યાંશ સિંહ પંવારે કોટા હાસિલ કર્યો હતો. 

જુઓ Live TV