Paris Olympics 2024: ઓલિમ્પિક વિલેજ બની ગયું કોન્ડોમનું માર્કેટ, વેલકમ કીટમાં મળી આવી-આવી વસ્તુઓ, તમે પણ જાણો
Paris Olympics 2024 Welcome kit: પેરિસ ઓલિમ્પિકની શરૂઆત થઈ છે. 10 હજારથી વધુ એથલીટ્સ પેરિસ વિલેજમાં રોકાયા છે અને તેને અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવી રહી છે. વેલકમ કિટમાં કેટલીક એવી વસ્તુઓ આપવામાં આવી છે, જેની ચર્ચા ખુબ થઈ રહી છે.
Paris Olympics 2024: ફ્રાન્સની રાજધાની પેરિસમાં ઓલિમ્પિક-2024ની શરૂઆત થઈ ગઈ છે. 10 હજારથી વધુ એથલીટ્સ પેરિસ વિલેજમાં રોકાયા છે અને તેને દરેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવી રહી છે. ખાવા-પીવાથી લઈને એથલીટ્સની પર્સનલ લાઇફનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ખેલાડીઓની વેલકમ કિટમાં કેટલીક એવી વસ્તુઓ આપવામાં આવી રહી છે, જેની ખુબ ચર્ચા થઈ રહી છે. એવા સમાચાર આવી રહ્યાં છે કે વેલકમ કિટમાં કોન્ડોમ અને ઈન્ટિમેસી સાથે જોડાયેલા ઘણા સામાન આપવામાં આવી રહ્યાં છે.
લગભગ 2 લાખ કોન્ડોમની વ્યવસ્થા
ઓલિમ્પિક ગેમ્સની શરૂઆત પહેલા ખેલાડીઓનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ઓલિમ્પિક વિલેજ માનો કોન્ડોમ માર્કેટ બની ચૂક્યું છે. મેગા ઈવેન્ટમાં 10 હજારથી વધુ એથલીટ્સ સામેલ થઈ રહ્યાં છે. ડેલી મેલના રિપોર્ટ પ્રમાણે બધા એથલીટ્સ માટે લગભગ 2 લાખ કોન્ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક એક એથલીટને 14 કોન્ડોમ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ વેલકમ કિટમાં અન્ય ઈન્ટીમેસી સાથે જોડાયેલી વસ્તુઓ આપવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ Paris Olympics: આજથી પેરિસ ઓલિમ્પિકની શરૂઆત, જાણો ભારતીય દળનો સંપૂર્ણ કાર્યક્રમ
10 હજાર ડેન્ટલ ડેમ્સ
વેકલમ કિટમાં એક ફોન અને ડેન્ટલ ડેમ્સ પણ આપવામાં આવ્યા છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે ઘણા ખેલાડી વેલકમ કિટના ફોટો શેર કરી રહ્યાં છે. રિપોર્ટ્સ પ્રમાણે ગેમ્સ ખતમ થયા બાદ ખેલાડીઓ લાઇફ એન્જોય કરશે.
ભોજનને લઈ ફરિયાદ
ભારતના કેટલાક એથલીટોએ ભોજનને લઈને ફરિયાદ કરી છે. ખેલાડીઓ ભૂખ્યા-તરસ્યા રહેવા મજબૂર છે. ઈન્ડિયન એક્સપ્રેસ પ્રમાણે ભારતીય એથલીટ ખાવાની સુવિધાથી સંતુષ્ટ નથી. ભોજનના એરિયામાં ગ્લોબલ ક્વિઝીન, હલાલ ફૂડ, એશિયન મીલ અને ફ્રેન્ચ ફૂડના પાંચ અલગ-અલગ હોલ છે. ભારતની ડબલ બેડમિન્ટન ખેલાડી તનિષા ક્રેસ્ટોએ જણાવ્યું- આજે ત્યાં રાજમા હતા. પરંતુ અમે ત્યાં પહોંચ્યા તે પહેલા ખતમ થઈ ગયા. ભારતનો બોક્સર અંતિમ પંઘાલ પણ લંચથી સંતુષ્ટ જોવા મળ્યો નહીં. તેણે પોતાની સપોર્ટ ટીમને ભારતીય ભોજનનો ઓર્ડર કરવાનો નિર્ણય કર્યો હતો.