Aus open 2020: 3 કલાક 38 મિનિટની મહેનત બાદ નડાલે કિર્ગિયોસને હરાવ્યો, ક્વાર્ટરમાં કરી એન્ટ્રી
સોમવારે ઓસ્ટ્રેલિયન ઓપનના પ્રી ક્વાર્ટર ફાઇનલમાં વિશ્વના નંબર એક ખેલાડી રાફેલ નડાલે જીત માટે 3 કલાક 38 મિનિટ સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાના ખેલાડી નિક કિર્ગિયોસે નડાલને આ મેચમાં મુશ્કેલીમાં મુકી દીધો હતો.
નવી દિલ્હીઃ વિશ્વનો નંબર-1 ટેનિસ ખેલાડી સ્પેનનો રાફેલ નડાલ વર્ષના પ્રથમ ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો છે. નડાલે 12મી વખત આ ટૂર્નામેન્ટના અંતિમ-8માં જગ્યા બનાવી છે. પ્રી ક્વાર્ટર ફાઇનલમાં સ્પેનના ટેનિસ સ્ટારે ઓસ્ટ્રેલિયાના લોકલ બોય નિક કિર્ગિયોસને 6-3 3-6 7-6(6) 7-6(4)થી પરાજય આપ્યો હતો. તો અન્ય પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પાંચમી સીડ ડોમિનિક શિએમે ફ્રાન્સના ગેલ મોન્ફિલ્સને 6-2, 6-4, 6-4થી પરાજય આપ્યો હતો. અન્ય એક મેચમાં સ્ટાન વાવરિંકાએ રૂસના ડેનિલમેદવેદેવને પાંચ સેટ સુધી ચાલેલા મુકાબલામાં 6-2, 2-6, 4-6, 7-6, 6-2થી પરાજય આપ્યો હતો.
સોમવારે ઓસ્ટ્રેલિયન ઓપનના પ્રી ક્વાર્ટર ફાઇનલમાં વિશ્વના નંબર એક ખેલાડી રાફેલ નડાલે જીત માટે 3 કલાક 38 મિનિટ સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાના ખેલાડી નિક કિર્ગિયોસે નડાલને આ મેચમાં મુશ્કેલીમાં મુકી દીધો હતો. રોમાંચક મેચમાં કિર્ગિયાસે હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું છે. લોકલ ખેલાડી કિર્ગિયાસે દર્શકોને ભરપૂર મનોરંજન પૂરુ પાડતા નડાલને ટક્કર આપી હતી.
નડાલ-કિર્ગિયાસ વચ્ચે રોમાંચક ટક્કર
પ્રથમ સેટ આસાનીથી જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાઇ ખેલાડી કિર્ગિયોસે નડાલ પર પલટવાર કર્યો અને તેને પોતાના અંદાજમાં માત આપી હતી. નડાલે પ્રથમ સેટ 6-3થી જીત્યો હતો તો કિર્ગિયોસે બીજો સેટ 6-3થી પોતાના નામે કર્યો હતો.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube