મેલબોર્નઃ Aus vs Eng 3rd ODI: ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી વનડે મેચમાં ઓસ્ટ્રેલિયાના બંને ઓપનરોએ દમદાર બેટિંગ કરતા સદી ફટકારી અને તેની ઈનિંગની મદદથી ઓસ્ટ્રેલિયાએ 48 ઓવરમાં 5 વિકેટે 355 રન બનાવ્યા હતા. વરસાદને કારણે મેચ 48-48 ઓવરની કરી દેવામાં આવી હતી. આ મેચમાં ડેવિડ વોર્નરે 1043 દિવસ બાદ પોતાની 19મી વનડે સદી પૂરી કરી જ્યારે ટ્રેવિસ હેડે પોતાના વનડે કરિયરની ત્રીજી સદી ફટકારી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડેવિડ વોર્નર તથા ટ્રેવિસ હેડની સદી
આ મેચમાં ડેવિડ વોર્નરે 102 બોલમાં 2 સિક્સ અને 8 ચોગ્ગાની મદદથી 106 રનની ઈનિંગ રમી અને આ તેના વનડે કરિયરની 19મી સદી હતી. તો ટ્રેવિસ હેડે 130 બોલ પર 4 સિક્સ તથા 16 ચોગ્ગાની મદદથી 152 રન બનાવ્યા હતા અને આ તેના વનડે કરિયરની અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ ઈનિંગ હતી. આ બંને બેટરોએ પ્રથમ વિકેટ માટે 269 રનની ભાગીદારી કરી હતી. 


આ પણ વાંચોઃ ક્રિકેટના મેદાનથી લઈને પ્રેમની પિચ સુધી, આ રીતે સુપરહિટ થયો ટીમ ઈન્ડિયાનો મિસ્ટર 360


વોર્નરે વનડેમાં પૂરા કર્યા 6 હજાર રન
પોતાની આ ઈનિંગની સાથે ડેવિડ વોર્નરે વનડે ક્રિકેટમાં 6000 રન પૂરા કરી લીધા છે. વોર્નરના વનડે કરિયરની વાત કરીએ તો તેણે અત્યાર સુધી 139 ઈનિંગમાં 44.83ની એવરેજથી 6007 રન બનાવ્યા છે. તેણે 19 સદી અને 27 અડધી સદી ફટકારી છે. તેનો બેસ્ટ સ્કોર 179 રન રહ્યો છે. તો વોર્નર વનડે ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા તરફથી સદી ફટકારવાના મામલે બીજા સ્થાને પહોંચી ગયો છે. તેણે માર્ક વોને પાછળ છોડી દીધા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube