સિડનીઃ ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી (Coach Ravi Shastri)એ રવિવારે યુવા બેટ્સમેન શુભમન ગિલ (Shubman Gill)ની સાથે ક્રિકેટને લઈને વાતચીત કરી હતી. ભારત આ સમયે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે, જ્યાં તેણે ત્રણ મેચોની વનડે, ત્રણ મેચોની ટી20 અને ચાર મેચોની ટેસ્ટ સિરીઝ રમવાની છે. વનડે સિરીઝની શરૂઆત 27 નવેમ્બરથી થઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાસ્ત્રીએ ટ્વિટર પર એક ફોટો શેર કરતા લખ્યુ, 'ક્રિકેટ જેવી મહાન રમતને લઈને સર્ચા કરવાથી સારૂ કંઈ ન હોઈ શકે.' શાસ્ત્રીએ ગિલ સાથે વાતો કરતો ફોટો પણ શેર કર્યો છે. અત્યાર સુધી ગિલે ભારત માટે બે વનડે મેચ રમી છે. તે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વનડે અને ટેસ્ટ ટીમનો સભ્ય છે. 


શ્રીસંત પ્રેસિડેન્ટ કપથી કરશે ટી20 ક્રિકેટમાં વાપસી, કેરલ ક્રિકેટ એસોસિએશન કરાવશે આયોજન

પછી ભારત ટેસ્ટ સિરીઝમાં બોર્ડર-ગાવસકર ટ્રોફી બચાવવા ઉતરશે. પ્રથમ મેચ 17 ડિસેમ્બરે એડિલેડમાં રમાવાની છે. કેપ્ટન કોહલી આ મેચ બાદ પોતાના પ્રથમ બાળકના જન્મ માટે સ્વદેશ પરત ફરશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર