સિડનીઃ ઓસ્ટ્રેલિયાએ ત્રીજી અને અંતિમ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડને 279 રને હરાવીને ત્રણ મેચોની સિરીઝમાં 3-0થી ક્લીનસ્વીપની સાથે ઘરેલૂ સત્રનો શાનદાર અંત કર્યો છે. ઓસ્ટ્રેલિયાએ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર સોમવારે પહેલા બેટ અને પછી બોલથી દબદબો બનાવતા સરળ જીત મેળવી હતી. ડેવિડ વોર્નરની અણનમ સદી (111) સિવાય જો બર્ન્સ (40) અને માર્નસ લાબુશેન (59)ની સાથે સદીની ભાગીદારી, જેની મદદથી ઓસ્ટ્રેલિયાએ બીજી ઈનિંગમાં બે વિકેટ પર 217 રન પર ડિકલેર કરી ટેસ્ટ રેન્કિંગમાં વિશ્વની બીજા નંબરની ટીમ ન્યૂઝીલેન્ડને 416 રનનો લક્ષ્ય આપ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓફ સ્પિનર નાથન લિયોન (50 રન પર 5 વિકેટ)એ સતત બીજી ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપી, જેથી ન્યૂઝીલેન્ડની ટીમ 47.5 ઓવરમાં 136 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. વોર્નરે લંચ બાદ એસસીજી પર 5મી અને કરિયરની 24મી ટેસ્ટ સદી ફટકારી હતી. લાબુશેને ઘરેલૂ સત્રમાં પાંચ ટેસ્ટમાં 895 રન બનાવ્યા, જે ઓસ્ટ્રેલિયન રેકોર્ડ છે. તેણે 64 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. 


તેણે જ્યારે મેટ હેનરીના બોલ પર ડીપમાં કેચ આપ્યો તો ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટિમ પેને દાવ ડિકલેર કર્યો હતો. અમ્પાયર અલીમ ડારે વોર્નર અને લાબુશેનને પિચ પર દોડવા માટે ઓસ્ટ્રેલિયા પર પાંચ રનની પેનલ્ટી લગાવી, જેથી ન્યૂઝીલેન્ડને મળેલા 421 રનના લક્ષ્યમાંથી પાંચ રન ઘટાડી દેવામાં આવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. મિશેલ સ્ટાર્ક (25 રન પર 3 વિકેટ)એ ઓપનિંગ બેટ્સમેન ટોમ બ્લંડેલને લિયોનના હાથે કેચ કરાવ્યા બાદ કાર્યવાહક કેપ્ટન ટોમ લાથમ (1)ને LBW આઉટ કરીને મહેમાન ટીમનો સ્કોર 4 રન પર 2 વિકેટ કરી દીધો હતો. 


લિયોને ત્યારબાદ સતત ઓવરોમાં રન આપ્યા વગર જીત રાવલ (12) અને વેન ફિલિપ્સ (0)ને આઉટ કરીને ન્યૂઝીલેન્ડનો સ્કોર ટી બ્રેક સુધી 4 વિકેટ પર 27 રન કરી દીધો હતો. પેટ કમિન્સે રોસ ટેલર (22)ને બોલ્ડ કર્યો હતો. પોતાની 99મી ટેસ્ટ મેચ રમી રહેલ ટેલર ન્યૂઝીલેન્ડનો સૌથી સફળ ટેસ્ટ બેટ્સમેન બની ગયો છે. તેણે પૂર્વ કેપ્ટન સ્ટીફન ફ્લેમિંગ (7172 રન)ને પાછળ છોડ્યા હતા. 


JNU હિંસા: જ્વાલા ગુટ્ટા બોલી-હજુ પણ આપણે ચૂપ રહીશું?, ગંભીરે કાર્યવાહીની કરી માગણી


કોલિન ડી ગ્રાન્ડહોમ (52) અને વોટલિંગ (19)એ છઠ્ઠી વિકેટ માટે 69 રન જોડ્યા હતા. ઓલરાઉન્ડર ગ્રાન્ડહોમે છગ્ગો ફટકારીને પોતાના ટેસ્ટ કરિયરની 8મી અડધી સદી પૂરી કરી હતી. ત્યારબાદ તે આઉટ થયો હતો. લિયોને ત્યારબાદ ટાડ એસ્ટલ (17)ને આઉટ કર્યો, જ્યારે સ્ટાર્કે ગ્રેસ સમરવિલે (7)ને બોલ્ડ કર્યો હતો. લિયોને વાટલિંગને આઉટ કરીને ઈનિંગની 5મી અને મેચની 10મી વિકેટ ઝડપીને ઓસ્ટ્રેલિયાને જીત અપાવી હતી. 


હેનરી અંગૂઠાની ઈજાને કારણે બેટિંગ કરવા ન આવ્યો. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ દિવસની શરૂઆત બીજી ઈનિંગમાં વિના વિકેટે 40 રનથી કરી હતી. વોર્નર અને બર્ન્સે ટીમનો સ્કોર 107 સુધી પહોંચાડ્યો હતો. લેગ સ્પિનર એસ્ટલે બર્ન્સને LBW આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી. વોર્નરે ત્યારબાદ 82 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને લાબુશેનની સાથે મળીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઈનિંગમાં 454 રન બનાવ્યા બાદ ન્યૂઝીલેન્ડને 251 રન પર ઓલઆઉટ કરી દીધું હતું. ઓસ્ટ્રેલિયાએ પર્થ માં પ્રથમ ટેસ્ટ 296 રન જ્યારે મેલબોર્નમાં બીજી ટેસ્ટ 247 રનથી જીતી હતી. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર