AUS vs NZ: સ્ટીવ સ્મિથની નજર સદી પર, ઓસ્ટ્રેલિયાના નામે રહ્યો પ્રથમ દિવસ
સ્ટાર કાંગારૂ બેટ્સમેન સ્ટીવ સ્મિથે અણનમ 77 રન બનાવ્યા જેની મદદથી ઓસ્ટ્રેલિયાએ ગુરૂવારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બીજી ટેસ્ટ ક્રિકેટ મેચના પ્રથમ દિવસે ચાર વિકેટ પર 257 રન બનાવીને પોતાની સ્થિતિ મજબૂત રાખી છે.
મેલબોર્નઃ સ્ટાર કાંગારૂ બેટ્સમેન સ્ટીવ સ્મિથે (stive smith) અણનમ 77 રન બનાવ્યા જેની મદદથી ઓસ્ટ્રેલિયાએ ગુરૂવારે ન્યૂઝીલેન્ડ (Aus vs NZ) વિરુદ્ધ બીજી ટેસ્ટ ક્રિકેટ મેચના (Boxing day test) પ્રથમ દિવસે ચાર વિકેટ પર 257 રન બનાવીને પોતાની સ્થિતિ મજબૂત રાખી છે. ન્યૂઝીલેન્ડની આ 1987 બાદ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર પ્રથમ 'બોક્સિંગ ડે' ટેસ્ટ મેચ છે, જેમાં કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ ફીલ્ડિંગનો નિર્ણય લીધો હતો.
વાદળો છવાયેલા હતા અને તેવામાં તેનો નિર્ણય યોગ્ય સાબિત થયો કારણ કે જો બર્ન્સ પ્રથમ ઓવરમાં આઉટ થયો અને લંચ પહેલા ડેવિડ વોર્નર (41) પણ પેવેલિયન પરત ફરી ગયો હતો. પરંતુ ત્યારબાદ વર્ષ 2019મા સર્વાધિક રન બનાવનાર માર્નસ લાબુશેન (63) અને સ્મિથે અડધી સદી ફટકારીને ઓસ્ટ્રેલિયાને વાપસી કરાવી હતી.
પ્રથમ દિવસની રમત સમાપ્ત થઈ ત્યારે સ્મિથની સાથે ટ્રેવિસ હેડ 25 રન બનાવી ક્રીઝ પર હતો. ન્યૂઝીલેન્ડના બોલરોમાં કોલિન ડિ ગ્રાન્ડહોમે 48 રન આપીને બે વિકેટ ઝડપી હતી. ન્યૂઝીલેન્ડ માટે સ્થિતિ સારી રહેશે નહીં, કારણ કે મેલબોર્નમાં છેલ્લા ચાર ટેસ્ટ મેચોમાં સદી ફટકારનાર સ્મિથ વધુ એક સદી તરફ આગળ વધી રહ્યો છે.
સ્મિથે કહ્યું, 'તેણે જે રીતે બોલિંગ કરી અને ફીલ્ડિંગ સજાવી તેને જોઈને મારે સંયમની સાથે બેટિંગ કરવી પડી હતી. આ તેવી વિકેટ નથી, જેમાં તમે હાવી થઈને રમી શકો. મને લાગે છે કે આજે અમે ઘણું સારૂ પ્રદર્શન કર્યું છે.' ન્યૂઝીલેન્ડની ટીમને ત્રણ મેચોની સિરીઝ બરાબર કરવા માટે આ મેચમાં જીતની જરૂર છે. ઓસ્ટ્રેલિયાએ પર્થમાં પ્રથમ ટેસ્ટ મેચ 296 રનથી જીતી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube