મેલબોર્નઃ ન્યૂઝીલેન્ડે ઓસ્ટ્રેલિયા (NZ vs AUS) વિરુદ્ધ ગુરૂવારથી શરૂ થનારી બોક્સિંગ ડે (Boxing Day Test) માટે પોતાની ટીમમાં બે ફેરફાર કર્યાં છે. ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે (Trent Boult)  ઈજા બાદ વાપસી કરી છે જ્યારે જીત રાવલનના સ્થાને ટોપ ઓર્ડરમાં ટોમ બ્લંડેલને રાખવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોલ્ટ પર્થમાં પ્રથમ ટેસ્ટ મેચમાં રમી શક્યો નહીં જેમાં તેની ટીમે 296 રનથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તેણે પોતાની ફિટનેસ પર કામ કર્યું અને તે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર 1987 બાદ પોતાની ટીમની પ્રથમ બોક્સિંગ ડે ટેસ્ટ મેચ રમવા માટે આતુર છે. 


ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને આ સાથે ખાતરી કરી છે કે મધ્યક્રમમાં રમનાર બ્લંડેલને રાવલના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે અને તે ટોમ લાથમની સાથે ઈનિંગનો પ્રારંભ કરશે. 


વિલિયમસને કહ્યું, 'તે સકારાત્મક વિચારનો ખેલાડી અને સમજદાર ક્રિકેટર છે. તેણે માત્ર પરિસ્થિતિઓ સાથે તાલમેલ બેસાડવો પડશે. તે માટે પોતાની નૈસર્ગિક રમત રમવી મહત્વપૂર્ણ છે.'


વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube