AUSvsPAK: નશીમ શાહ બન્યો ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ પર્દાપણ કરનાર સૌથી યુવા ક્રિકેટર

Australia vs Pakistan: 16 વર્ષના નશીમ શાહે અત્યાર સુધી કુલ 7 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. તે ટેસ્ટમાં પર્દાપણ કરનાર વિશ્વનો 9મો સૌથી યુવા ખેલાડી છે.
બ્રિસ્બેનઃ 16 વર્ષના પાકિસ્તાની ફાસ્ટ બોલર નશીમ શાહે (Naseem Shah) પોતાની પ્રથમ ટેસ્ટ મેચથી ખાસ રેકોર્ડ બનાવી લીધો છે. નશીમે ગુરૂવારના ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ (Australia vs Pakistan) શરૂ થયેલી ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ રમીને ઓસ્ટ્રેલિયામાં કરિયરની પ્રથમ ટેસ્ટ રમનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે. નશીમે 72 વર્ષ જૂનો રેકોર્ડ તોડી દીધો છે. આ મેટમાં પાકિસ્તાનની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને પ્રથમ દિવસે માત્ર 87 ઓવરની અંદર ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી.
ઇયાન ક્રેગનો તોડ્યો રેકોર્ડ
માત્ર 16 વર્ષ અને 279ના નશીમે ઓસ્ટ્રેલિયામાં પોતાનું ટેસ્ટ પર્દાપણ કરનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે. નશીમ પહેલા આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન ઇયાન ક્રેગના નામે હતો, જેણે 17 વર્ષની ઉંમરમાં 1953મા દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ રમી હતી. તેમણે આ મેચ મેલબોર્નમાં રમી હતી.
આ રેકોર્ડ પણ
આ સિવાય નશીમ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ત્રીજો સૌથી યુવા ફાસ્ટ બોલર પણ બની ગયો છે. તેની આગળ બાંગ્લાદેશના મોહમ્મદ શરીફ અને પાકિસ્તાનના આકિબ જાવેદ છે જેણે ફાસ્ટ બોલરના રૂપમાં પોતાનું ટેસ્ટમાં પર્દાપણ કર્યું હતું. શરીફે ટેસ્ટ પર્દાપણ કરનાર જ્યાં ત્રીજો યુવા ખેલાડી છે, તો આકિબ જાવેદ ચોથા સ્થાન પર છે.
IND vs BAN: પિંક બોલથી રમવું પડકારજનક, કેપ્ટન કોહલીએ કર્યો સ્વીકાર
પાકિસ્તાનના નામે છે આ રેકોર્ડ
ટેસ્ટ રમનારા સૌથી યુવા ખેલાડી તરીકે હાલ પાકિસ્તાનના હસન રાજાનું નામ નોંધાયેલું છે. જેણે 1996મા ઝિમ્બાબ્વે વિરુદ્ધ પોતાની પ્રથમ ટેસ્ટ 14 વર્ષ 227 દિવસની ઉંમરે રમી હતી. આ યાદીમાં નશીમ નવમાં સ્થાને છે. તો ભારતનો સચિન તેંડુલકર આ યાદીમાં પાંચમાં સ્થાને છે, જેણે 16 વર્ષ 205 દિવસની ઉંમરે પોતાની પ્રથમ ટેસ્ટ રમી હતી.
ભાવુક થઈ ગયો હતો નશીમ
પાકિસ્તાન ટીમના બોલિંગ કોચ વકાસ યૂનુસે નશીમને ટેસ્ટ કેપ આપી ત્યારબાદ તે ભાવુક થઈ ગયો હતો અને પોતાની ટીમના સાથી શાહિન આફ્રિદીની ગળે મળ્યા બાદ આસું લુછતો જોવા મળ્યો હતો. જ્યારા બાકી ખેલાડી તેને શુભેચ્છા આપી રહ્યાં હતા. નશીમે આ પ્રવાસ દરમિયાન પોતાની માતાને ગુમાવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ જાણો, જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube