AUS vs SA: એગરની હેટ્રિકની મદદથી ઓસ્ટ્રેલિયાની રેકોર્ડ જીત, દ.આફ્રિકાની સૌથી મોટી હાર
મેજબાન દક્ષિણ આફ્રિકાએ શુક્રવારે પોતાની ટી20 ક્રિકેટ ઈતિહાસની સૌથી મોટી હાર ઝેલવી પડી. ઓસ્ટ્રેલિયાએ તેને 107 રનથી હરાવ્યું. દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વાન્ડર્સ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં અનેક રેકોર્ડ થયાં. મેચના હીરો રહેલા એશ્ટન એગરે છ વિકેટ ઝડપી, જેમાં હેટ્રિક પણ સામેલ છે.
જોહાનિસબર્ગ: મેજબાન દક્ષિણ આફ્રિકાએ શુક્રવારે પોતાની ટી20 ક્રિકેટ ઈતિહાસની સૌથી મોટી હાર ઝેલવી પડી. ઓસ્ટ્રેલિયાએ તેને 107 રનથી હરાવ્યું. દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વાન્ડર્સ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં અનેક રેકોર્ડ થયાં. મેચના હીરો રહેલા એશ્ટન એગરે છ વિકેટ ઝડપી, જેમાં હેટ્રિક પણ સામેલ છે. ટી20 ક્રિકેટમાં હેટ્રિક લેનારો તે ઓસ્ટ્રેલિયાનો બીજો ક્રિકેટર છે. આ જ રીતે દક્ષિણ આફ્રિકા આ મેચમાં માત્ર 89 રન પર સમેટાઈ ગયું. આ ટી20 ઈન્ટરનેશનલ મેચમાં તેનો ન્યૂનતમ સ્કોર પણ છે.
ઓસ્ટ્રેલિયાએ શુક્રવારે પહેલા બેટિંગ કરતા છ વિકેટ પર 196 રન બનાવ્યા હતાં. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટીવ સ્મિથે 45 અને એરોન ફિન્ચે 42 રનની ઈનિંગ રમીને પોતાની ટીમને મજબુત સ્કોર બનાવવામાં મદદ કરી. એલેક્સ કેરીએ 27, એશ્ટન એગરે 20, મિશેલ માર્શે 19 અને મેથ્યુ વેડે 18 રન બનાવ્યાં. ડેવિડ વોર્નર ફક્ત ચાર રની કરીને આઉટ થઈ ગયો. દક્ષિણ આફ્રિકા તરફથી ડેલ સ્ટેન અને તબરેજ શમ્સીએ 2-2 વિકેટ લીધી.
મુશ્કેલ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મેજબાન ટીમ દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખુબ જ ખરાબ રહી. તેણે પોતાના ટોપ-4 વિકેટ માત્ર 40 રનનો સ્કોર બનાવવામાં ગુમાવી દીધી. ટીમનો મધ્યમ ક્રમ અને નીચલો ક્રમ પણ ઓસ્ટ્રિલેયાના આક્રમણ સામે ટકી શક્યો નહીં. પરિણામ એ આવ્યું કે આખી ટીમ 14.3 ઓવરમાં માત્ર 89 રન બનાવીને આઉટ થઈ ગઈ. આફ્રિકી ટીમ તરફથી ફાફ ટુપ્લેસિસ (24), કેગિસો રબાડા (22) અને વાન બિજોન (16) સિવાય કોઈ પણ બેટ્સમેન ડબલ ફિગર ક્રોસ કરી શક્યો નહીં.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube