નવી દિલ્હીઃ ICC cricket world cup 2019 12મા વનડે વિશ્વકપની 26મી મેચમાં ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશની ટીમે મળીને એક એવો રેકોર્ડ બનાવી દીધો જે આ પહેલા ક્યારેય બન્યો નથી. વિશ્વ કપ 2019મા આ બંન્ને ટીમો વચ્ચે રમાયેલો મુકાબલો યાદગાર બની ગયો છે. આ મેચ દરમિયાન ઘણા રેકોર્ડ બન્યા પરંતુ આ રેકોર્ડ ખાસ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મેચમાં કાંગારૂ ટીમે 381 રનનો વિશાળ સ્કોર બનાવ્યો અને બાંગ્લાદેશને જીત માટે 382 રનનો લક્ષ્ય આપ્યો હતો. બાંગ્લાદેશની ટીમે પણ અંત સુધી લડતા સ્કોર 333 રન પર પહોંચાડ્યો હતો. ભલે બાંગ્લાદેશનો 48 રને પરાજય થયો, પરંતુ તે ટીમે જુસ્સો દેખાડ્યો કે તે સરળતાથી હાર માનનારી ટીમ નથી. આ મેચમાં વિશ્વકપ ઈતિહાસનો સૌથી મોટો રેકોર્ડ પણ બની ગયો છે. 


આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 381 રન બનાવ્યા જ્યારે બાંગ્લાદેશની બીજી ઈનિંગમાં 333 રન બન્યા હતા. એટલે કે કુલ મળીને મેચમાં 714 રન બન્યા. વિશ્વકપના ઈતિહાસમાં અત્યાર સુધી કોઈ મેચમાં આટલા રન બન્યા નથી. આ મેચમાં ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નરે 166 તો બાંગ્લાદેશ તરફથી મુશફિકુર રહીમે 102 રન બનાવ્યા હતા. વિશ્વ કપની એક મેચમાં આ પહેલા સૌથી વધુ રન પાછલા વિશ્કપમાં ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાની મેચ દરમિયાન બન્યા હતા. હવે આ રેકોર્ડ તૂટી ગયો છે અને ઓસ્ટ્રેલિયા તથા બાંગ્લાદેશ પ્રથમ સ્થાન પર આવી ગયા છે. 


વિશ્વ કપ ઈતિહાસમાં એક મેચમાં સૌથી વધુ રન બનાવનાર ટોપ-5 ટીમો


1. ઓસ્ટ્રેલિયા-બાંગ્લાદેશ મેચ- નોટિંઘમ- 2019 વિશ્વ કપ- 714 રન


2. ઓસ્ટ્રેલિયા-શ્રીલંકા મેચ- સિડની- 2015 વિશ્વ કપ 688 રન


3. ઈંગ્લેન્ડ-પાકિસ્તાન મેચ- નોટિંઘમ - 2019 વિશ્વ કપ- 682 રન


4. ભારત-ઈંગ્લેન્ડ મેચ- બેંગલુરૂ- 2011 વિશ્વ કપ - 676 રન


5. ઓસ્ટ્રેલિયા-આફ્રિકા મેચ, બાસેટેયર- 2007 વિશ્વકપ- 671 રન


વાંચો વિશ્વકપના અન્ય સમાચાર