મેલબોર્ન: ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડકપ (ICC world Cup 2019) માટે પોતાની ટીમની જાહેરાત સોમવારે (15 એપ્રિલ)ના રોજ કરી દીધી છે. ટીમના ધુરંધર ખેલાડીઓ સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરની વાપસી થઇ ગઇ છે. ટીમની કેપ્ટનશિપ એરોન ફિંચને સોંપવામાં આવી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ)એ 30 મેથી ઇગ્લેંડમાં શરૂ થયેલા આઇસીસી વનડે વર્લ્ડકપ માટે પોતાની 15 સભ્યોવાળી ટીમની જહેરાત કરી દીધી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક તરફ વોર્નર અને સ્મિથની વાપસી થઇ છે. તો બીજી તરફ દિગ્ગજોના નામ આ ટીમમાં સામેલ નથી. જોશ હેજલવુડ અને પીટર હૈંડ્સકોમ્બને વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મળી શક્યું નથી. ટીમને ટોચના બોલર મિચેલ સ્ટાર્ક પણ હવે ટીમમાં પરત ફર્યા છે, જે પોતાની ઇજાના લીધે બહાર હતા. 



કાંગારૂ ટીમ આ વખતે ઇંગ્લેંડની જમીન પર પોતાનો ખિતાબ બચાવવા માટે ઉતરશે. તેણે 2015માં ન્યૂઝિલેંડને ફાઇનલમાં હરાવીને પોતાના ઘરમાં ખિતાબ જીત્યો હતો. વર્લ્ડ કપ 2015ની ફાઇનલમાં ન્યૂઝિલેંડને હરાવવાની સાથે ઓસ્ટ્રેલિયાએ 5મીવાર ખિતાબ પર કબજો જમાવ્યો હતો. 


ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ સફળ ટીમ ઓસ્ટ્રેલિયા રહી છે. 5 વખત વર્લ્ડકપ જીતનાર આ ટીમમાં વર્લ્ડ કપમાં હંમેશા ફેવરીટ ગણવામાં આવે છે. 1999, 2003 અને 2007માં સતત ચેમ્પિયન રહી ઓસ્ટ્રેલિયા વર્ષ 2011માં ક્વાર્ટર ફાઇનલમાં જ વર્લ્ડ કપની દોડમાંથી બહાર થઇ ગઇ હતી. ત્યારબાદ પરંતુ 2015માં ફરી ટ્રોફી પર પોતાનો કબજો જમાવી લીધો. આ પહેલાં વર્ષ 1987માં પણ ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ જીતી ચૂક્યું છે. 



ઓસ્ટ્રેલિયાના વર્લ્ડકપનું શેડ્યૂલ
25 મે: (વોર્મ-અપ) ઇગ્લેંડ V/S ઓસ્ટ્રેલિયા, સાઉથમ્પટન
27 મે: (વોર્મ-અપ) શ્રીલંકા V/S ઓસ્ટ્રેલિયા, સાઉથમ્પટન
1 જૂન: અફઘાનિસ્તાન V/S ઓસ્ટ્રેલિયા, બ્રિસ્ટલ
6 જૂન: વેસ્ટઇંડીઝ V/S ઓસ્ટ્રેલિયા, ટ્રેંટ બ્રિજ
9 જૂન: ભારત V/S ઓસ્ટ્રેલિયા, ધ ઓવલ
12 જૂન: પાકિસ્તાન V/S ઓસ્ટ્રેલિયા, ટાઉંટન
15 જૂન: શ્રીલંકા V/S ઓસ્ટ્રેલિયા, ધ ઓવલ
20 જૂન: બાંગ્લાદેશ V/S ઓસ્ટ્રેલિયા, ટ્રેંટ બ્રિજ
25 જૂન: ઇગ્લેંડ V/S ઓસ્ટ્રેલિયા, લોર્ડ્સ 
29 જૂન: ન્યૂઝિલેંડ V/S ઓસ્ટ્રેલિયા, લોર્ડ્સ
6 જુલાઇ: દક્ષિણ આફ્રીકા V/S ઓસ્ટ્રેલિયા, ઓલ્ડ ટ્રૈફર્ડ
.......................................
9 જુલાઇ: સેમીફાઇન 1, ઓલ્ડ ટ્રૈફર્ડ
11 જુલાઇ: સેમી-ફાઇનલ 2, એઝબેસ્ટન
14 જુલાઇ: ફાઇનલ, લોર્ડ્સ