વિશ્વ કપમાં ઓસ્ટ્રેલિયાએ સમય પર લય પકડી તેને હરાવવું મુશ્કેલઃ બોલ્ટ
ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ડે મેચ બાદ કહ્યું કે, ઓસ્ટ્રેલિયા ટીમે યોગ્ય સમય પર પોતાની લય પકડી છે અને તેને ટૂર્નામેન્ટમાં હરાવવું મુશ્કેલ હશે. બોલ્ટે શનિવારે કાંગારૂ ટીમ વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ તરફથી વિશ્વ કપમાં પ્રથમ હેટ્રિક ઝડપી હતી.
લંડનઃ ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે કહ્યું કે, ઓસ્ટ્રેલિયાની ટીમે 'યોગ્ય સમય પર લય પકડી' અને આઈસીસી વિશ્વ કપમાં તેને હરાવવું મુશ્કેલ છે. ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક (26 રન પર 5 વિકેટ)ની શાનદાર બોલિંગની મદદથી ઓસ્ટ્રેલિયાએ શનિવારે અહીં લોર્ડ્સના મેદાન પર ન્યૂઝીલેન્ડને 86 રને કારમો પરાજય આપ્યો હતો. આ પહેલા ઉસ્માન ખ્વાજા (88) અને એલેક્સ કેરી (71)ની 107 રનની ભાગીદારીની મદદથી ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 9 વિકેટ પર 243 રન બનાવ્યા, જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 157 રન પર આઉટ થઈ ગઈ હતી.
બોલ્ટ (51 રન આપીને 4 વિકેટ)ની ઈનિંગની અંતિમ ઓવરમાં હેટ્રિક ઝડપી હતી. તે વિશ્વકપમાં હેટ્રિક ઝડપનાર પ્રથમ ન્યૂઝીલેન્ડનો બોલર બની ગયો છે. આ વિશ્વ કપમાં આ બીજી હેટ્રિક છે. આ પહેલા ભારતના મોહમ્મદ શમીએ હેટ્રિક ઝડપી હતી.
મેચ બાદ બોલ્ટે કહ્યું, 'વિશ્વ કપમાં ઓસ્ટ્રેલિયાની ટીમ લયમાં છે. આ ટૂર્નામેન્ટમાં તેનો રેકોર્ડ શાનદાર છે અને તે યોગ્ય સમય પર લય હાસિલ કરી રહ્યાં છે. તેણે સંપૂર્ણ ટીમની જેમ પ્રદર્શન કર્યું અને અમારી વિરુદ્ધ આ ઘણું સાબિત થયું.'
CWC 2019: વનડે વિશ્વ કપમાં સ્ટાર્કનો નવો રેકોર્ડ, ત્રણ વખત 5 વિકેટ ઝડપનાર પ્રથમ બોલર
બોલ્ટે કહ્યું, વિશ્વ કપમાં કેટલિક ટીમો શાનદાર છે પરંતુ આ યોગ્ય સમય પર લય હાસિલ કરવા વિશે છે અને મારા વિચારથી ઓસ્ટ્રેલિયાએ યોગ્ય સમય પર લય હાસિલ કરી છે. ટૂર્નામેન્ટમાં લગભગ બે સપ્તાહનો સમય બાકી છે અને તેને હરાવવું મુશ્કેલ હશે.